Holi : હોળીના જીદ્દી રંગોથી પરેશાન? લગાવો આ જાદુઈ ઉબટન અને જુઓ ચમત્કાર!
હોળીના ઉત્સાહમાં આપણે રંગોથી તો રમી લઈએ છીએ, પરંતુ અસલી સંઘર્ષ તો સ્નાન કરતી વખતે શરૂ થાય છે. કેમિકલયુક્ત સાબુ તમારી ત્વચાની કુદરતી નમી છીનવી શકે છે. એવામાં પૂર્વજો દ્વારા સૂચવવામાં આવેલું એક ખાસ મિશ્રણ તમારા ઘરના રસોડામાં જ છુપાયેલું છે. આ પરંપરાગત લેપ કેવી રીતે તમારી સ્કીનને નવું જીવન આપશે
Advertisement
- Holi પર દાદી-નાનીના જમાનાનો અકસીર નુસખું ત્વચાને આપશે નવું જીવન
- બેસન, હળદર અને દહીંનું મિશ્રણ કેમિકલ સામે બનશે રક્ષક કવચ
- સાબુના બદલે ઉબટનનો ઉપયોગ કરવાથી ત્વચા રહેશે કોમળ અને ગ્લોઈંગ
- રંગોના કારણે થતી બળતરા અને ડેડ સ્કીનથી મળશે કાયમી છુટકારો
- હોળી રમ્યા બાદ નવશેકા પાણી સાથે આ લેપ લગાવવાથી થશે જાદુઈ અસર
હોળી [Holi] એટલે રંગોનો તહેવાર, પરંતુ ઘણીવાર આ રંગો આપણી ત્વચા [Skin] માટે નુકસાનકારક સાબિત થાય છે. બજારમાં મળતા કેમિકલયુક્ત રંગો ત્વચામાં અંદર સુધી ઉતરી જાય છે અને સાબુથી ઘસવા છતાં નીકળતા નથી. આવા સમયે ભારતીય સંસ્કૃતિમાં પેઢીઓથી ચાલ્યું આવતું 'ઉબટન' [Ubtan] શ્રેષ્ઠ વિકલ્પ છે. તે માત્ર રંગો જ નથી દૂર કરતું, પરંતુ ત્વચાને ઊંડું પોષણ પણ આપે છે.

