કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરામાં વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પલેક્સનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું,વીર સાવરકર હતા ભારતના શ્રેષ્ઠ સ્વિમર
- અમદાવાદના નારણપુરામાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરાયું
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું
- અંદાજિત 825 કરોડના ખર્ચે 4 બ્લોકમાં તૈયાર કરવામાં આવ્યું સ્ટેડિયમ
- ઓલિમ્પિક-સ્તરની સ્વિમિંગ અને ડાઇવિંગ સુવિધાઓ સાથે શરૂ કરાશે
- ઇન્ડોર મલ્ટી-સ્પોર્ટ્સ એરીના ખેલાડીઓને તાલીમ આપવામાં આવશે
- કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ માટે દાવેદારી મજબૂત કરાશે
અમદાવાદના નારણપુરામાં નવનિર્મિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું. આ અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અંદાજિત 825 કરોડ રૂપિયાના ખર્ચે ચાર બ્લોકમાં તૈયાર કરવામાં આવ્યા છે. આ સ્ટેડિયમ ઓલિમ્પિક-સ્તરની સ્વિમિંગ અને ડાઇવિંગ સુવિધાઓથી સજ્જ છે, જે ખેલાડીઓને વિશ્વસ્તરીય તાલીમ આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
નારણપુરામાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરાયું
નોંધનીય છે કે ઇન્ડોર મલ્ટી-સ્પોર્ટ્સ એરીનામાં ખેલાડીઓને બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને શૂટિંગ જેવી રમતો માટે તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત, કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની યજમાની માટે ગુજરાતની દાવેદારીને મજબૂત કરવામાં આવશે.આ કોમ્પ્લેક્સ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036ની ઓલિમ્પિક રમતો માટે ગુજરાતને મુખ્ય યજમાન બનાવવાના લક્ષ્ય સાથે તૈયાર કરાયું છે. કમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટરમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને શૂટિંગ જેવી રમતોનું આયોજન થઈ શકશે. ખેલાડીઓ માટે રહેવાની અને ભોજનની આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે.આ કોમ્પ્લેક્સ ગુજરાત અને ભારતના રમતગમત ક્ષેત્રે એક નવું પ્રકરણ ખોલશે, જે યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકવાની તક આપશે.
અમિત શાહે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન સમયે કહી આ મોટી વાત
આ કાર્યક્રમને સંબોધતા અમિત શાહે કહ્યું કે સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરનું નામ એક અનોખા પરાક્રમ સાથે જોડાયેલું છે. એવું કહેવાય છે કે વીર સાવરકરે વિશ્વનું સૌથી પડકારજનક સ્વિમિંગ પરાક્રમ કર્યું હતું. જ્યારે અંગ્રેજો તેમને જહાજમાં બંદી બનાવીને લઈ જઈ રહ્યા હતા, ત્યારે તેમણે હાથ અને પગમાં બેડીઓ હોવા છતાં સમુદ્રમાં છલાંગ લગાવી અને અથાક મહેનતથી તરીને ફ્રાન્સના કિનારે પહોંચ્યા હતા. આ ઘટના તેમની અદમ્ય શક્તિ અને નિશ્ચયનું પ્રતીક છે. દુર્ભાગ્યે, અંગ્રેજોએ તેમને ફરીથી પકડી લીધા અને ભારત લાવીને તેમને બે આજીવન કારાવાસની સજા ફટકારી. આ ઘટના ન માત્ર વીર સાવરકરના શારીરિક સામર્થ્યનું, પરંતુ તેમના અદ્ભુત સાહસ અને દેશભક્તિનું પણ પ્રતીક છે. આજે આ પરાક્રમ ભારતના રમતગમત અને સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં એક પ્રેરણાદાયી અધ્યાય તરીકે યાદ કરવામાં આવે છે. 2036ના ઓલમ્પિકના યજમાન તરીકેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પૂરી સંભાવના છે કે ઓલમ્પિક ભારતમાં જ યોજાશે.
ઉલ્લેખનીય છે કે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગુજરાતને 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036ની ઓલિમ્પિક રમતોના મુખ્ય યજમાન તરીકે સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની યજમાની માટે ગુજરાતની દાવેદારીને મજબૂત કરવામાં પણ આ કોમ્પ્લેક્સ મહત્વની ભૂમિકા ભજવશે. ખેલાડીઓની સુવિધા માટે અહીં રહેવાની આધુનિક વ્યવસ્થા અને ભોજનની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે, જેથી તેઓ તેમની તાલીમ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે.આ કોમ્પ્લેક્સ માત્ર રમતગમતનું કેન્દ્ર નહીં, પરંતુ ગુજરાત અને ભારતના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત પણ બનશે. આ સુવિધા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલાડીઓને તૈયાર કરીને ભારતનું નામ રોશન કરવામાં મહત્વનું યોગદાન આપશે. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રમતગમતના ક્ષેત્રે ગુજરાતની પ્રગતિનું પ્રતીક બની રહેશે.
આ પણ વાંચો: અમદાવાદમાં Builder હિંમત રુદાણી ની હત્યા મામલે પોલીસે ગણતરીના કલાકમાં 3 આરોપીઓને ઝડપ્યા