Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

NDAમાં તિરાડ: ઉપેન્દ્ર કુશવાહા મહુઆ બેઠક પર અડગ, અમિત શાહે દિલ્હી બોલાવ્યા!

બિહાર NDAમાં સીટ વહેંચણીના કારણે ઉપેન્દ્ર કુશવાહા 'મહુઆ' બેઠક મુદ્દે નારાજ છે. તેમણે નિવેદન આપ્યું કે "NDAમાં બધું બરાબર નથી," અને ઇમરજન્સી બેઠક બોલાવી. જોકે, કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા દિલ્હી બોલાવવામાં આવતા તેમણે બેઠક રદ કરી. કુશવાહાની પાર્ટીને માત્ર 6 બેઠકો મળવાથી નારાજગી વ્યાપક છે, અને તેમને મનાવવાની BJPની કોશિશો નિષ્ફળ રહી છે.
ndaમાં તિરાડ  ઉપેન્દ્ર કુશવાહા મહુઆ બેઠક પર અડગ  અમિત શાહે દિલ્હી બોલાવ્યા
Advertisement
  • બિહામાં સીટ શેરિંગને લઈને રાજકીય ખેંચતાણ તીવ્ર બની (Upendra Kushwaha Mahua Seat)
  • રાષ્ટ્રીય લોક મોરચાના અધ્યક્ષ NDAથી નારાજ
  • અત્યાર સુધી મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ
  • ઉપેન્દ્ર કુશવાહાને મળવા માટે દિલ્હી બોલાવ્યા

Upendra Kushwaha Mahua Seat : બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election) માટે NDA (National Democratic Alliance) માં સીટની વહેંચણી (Seat Sharing) ને લઈને રાજકીય ખેંચતાણ વધુ તીવ્ર બની છે. NDAના લગભગ દરેક ઘટક પક્ષની નારાજગી હવે ખુલ્લેઆમ બહાર આવી રહી છે, જેમાં રાષ્ટ્રીય લોક મોરચા (Rashtriya Lok Morcha) ના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા મુખ્ય છે. તેઓ મહુઆ વિધાનસભા બેઠક ને લઈને નારાજ હોવાનું કહેવાય છે અને તેમને મનાવવાની અત્યાર સુધીની તમામ કોશિશો નિષ્ફળ રહી છે.

કુશવાહાની નારાજગીનો અંદાજ તેમના નિવેદન પરથી લગાવી શકાય છે, જેમાં તેમણે કહ્યું: "This time nothing is well in NDA" (NDAમાં અત્યારે બધું બરાબર નથી ચાલી રહ્યું).

Advertisement
Advertisement

મોડી રાત સુધી મનાવવાની કોશિશ, પછી બેઠક સ્થગિત (Upendra Kushwaha Mahua Seat)

કુશવાહાની નારાજગી એટલી ઊંડી હતી કે તેમણે આજે બપોરે 12 વાગ્યે પાર્ટીની ઇમરજન્સી બેઠક (Emergency Meeting) બોલાવી હતી. જોકે, થોડા સમય પછી તેમણે સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ કરીને માહિતી આપી કે તેમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એ દિલ્હી બોલાવ્યા હોવાથી પાર્ટીની બેઠક સ્થગિત કરવામાં આવી છે.

Advertisement

केंद्रीय गृह मंत्री श्री अमित शाह जी के साथ विमर्श हेतु गृह राज्य मंत्री श्री नित्यानंद राय जी और मुझे अभी दिल्ली के लिए...

Posted by Upendra Kushwaha on Tuesday 14 October 2025

તિરાડનું કારણ: (Upendra Kushwaha Mahua Seat)

સૂત્રોના મતે, મૌઆ બેઠક અગાઉ ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીના હિસ્સામાં આપવાની વાત હતી, પરંતુ હવે ચર્ચા છે કે આ બેઠક ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (LJP) (Chirag Paswan LJP) ના ફાળે જઈ શકે છે. ઉપેન્દ્ર કુશવાહા આ બેઠક પરથી તેમના પુત્ર દીપક પ્રકાશ કુશવાહાને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યા હતા.

સમાધાનના પ્રયાસો:

ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી (Samrat Chaudhary), નિત્યાનંદ રાય (Nityanand Rai), અને BJPના બિહાર પ્રભારી વિનોદ તાવડે (Vinod Tawde) સહિતના મોટા નેતાઓ કુશવાહાને મનાવવા ગયા હતા. BJPના નેતાઓ તો રાત્રે 2 વાગ્યા સુધી કુશવાહાના ઘરે હાજર રહ્યા, પરંતુ તેમની ડેમેજ કંટ્રોલ (Damage Control) ની આ કવાયત સફળ થઈ નહોતી.

સીટ વહેંચણીથી અન્ય પક્ષોમાં પણ નારાજગી

NDAના સીટ વહેંચણીના ફોર્મ્યુલામાં ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચા પાર્ટીના ભાગે માત્ર 6 બેઠકો આવી છે, જ્યારે તેઓ વધારે બેઠકોની માંગ કરી રહ્યા હતા. બીજી તરફ, ચિરાગ પાસવાનની પાર્ટીને 29 બેઠકો મળી છે.

અન્ય પાર્ટીઓમાં પણ નારજગી

આ ફોર્મ્યુલાથી માત્ર કુશવાહા જ નહીં, પણ જીતન રામ માંઝી (Jitan Ram Manjhi) ની પાર્ટી અને જનતા દળ યુનાઇટેડ (JDU) (Janata Dal United JDU) ના નેતાઓમાં પણ ભારે નારાજગી જોવા મળી છે. JDUના સાંસદ અજય મંડળે તો રાજીનામું આપવાની ઓફર કરી દીધી હતી, જ્યારે ધારાસભ્ય ગોપાલ મંડળ મુખ્યમંત્રીના આવાસના ગેટ પર ધરણા પર બેસી ગયા હતા.

આ પણ વાંચો : જેસલમેર-જોધપુર હાઇવે પર ચાલુ બસમાં ભીષણ આગની ઘટનામાં 20 મુસાફરોના મોત

Tags :
Advertisement

.

×