US Travel Advisory: મહાયુદ્વની ભારે દહેશત વચ્ચે અમેરિકાનો મોટો નિર્ણય, નાગરિકોને તત્કાળ આ દેશ છોડવા આદેશ!
- અમેરિકાએ તેના નાગરિકોને 12થી વધુ દેશો તત્કાળ છોડવા કરી વિનંતી ( US Travel Advisory)
- રાષ્ટ્રપતિ ટ્રમ્પની ચેતવણી: ઈરાન સામે સૈન્ય અભિયાન હજુ લાંબુ ચાલશે
- પીટ હેગસેથનું નિવેદન: આ 'અનંત યુદ્ધ' નથી, અમે જીતવા માટે મેદાનમાં
ઈરાન પર અમેરિકા (USA) અને ઈઝરાયેલના (Israel) ભીષણ હુમલા બાદ સમગ્ર મધ્ય પૂર્વ (Middle East) અત્યારે ભડકે બળી રહ્યું છે. ઈરાન દ્વારા ખાડી દેશો સામે લેવામાં આવી રહેલા વળતા પગલાં અને અમેરિકી હિતો પર વધી રહેલા જોખમને જોતા સ્થિતિ અત્યંત સ્ફોટક બની છે. સુરક્ષાના આ ગંભીર ખતરાને ધ્યાનમાં રાખીને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે (US State Department) સોમવારે એક કટોકટીભરી એડવાઇઝરી (Emergency Advisory) જારી કરી છે.
US Travel Advisory: અમેરિકી નાગરિકો માટે હાઈ-એલર્ટ
કોન્સ્યુલર બાબતોના સહાયક સચિવ મોરા નામદારે (Mora Namdar) એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, વધતા સુરક્ષા જોખમોને કારણે અમેરિકી નાગરિકોએ ઉપલબ્ધ તમામ વિકલ્પોનો ઉપયોગ કરીને વહેલી તકે મધ્ય પૂર્વના દેશો છોડી દેવા જોઈએ. આ કડક સૂચના બહેરીન (Bahrain), ઇજિપ્ત (Egypt), ઈરાન, ઈરાક, ઈઝરાયેલ, જોર્ડન (Jordan), કુવૈત, લેબનોન, ઓમાન (Oman), કતાર, સાઉદી અરેબિયા, સીરિયા, યુએઈ (UAE) અને યમન પર લાગુ કરવામાં આવી છે.
એમ્બેસી પર હુમલો અને રેસ્ક્યુ ઓપરેશન
જોર્ડનની રાજધાની અમ્માનમાં (Amman) સ્થિત યુએસ એમ્બેસીમાંથી તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. દરમિયાન, સાઉદી અરેબિયામાં (Saudi Arabia) પણ અમેરિકી દૂતાવાસ પર ઈરાની ડ્રોન (Iranian Drone) દ્વારા ગોળીબાર થયો હોવાના અહેવાલો છે, જેના કારણે અમેરિકાએ કટોકટી ટાસ્ક ફોર્સ (Emergency Task Force) સક્રિય કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની રણનીતિ
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) વ્હાઇટ હાઉસ (White House) ખાતેથી સંકેત આપ્યા છે કે ઈરાન સામેનું લશ્કરી અભિયાન હજુ 4 થી 5 અઠવાડિયા અથવા તેનાથી વધુ સમય માટે ચાલુ રહી શકે છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની (Ayatollah Ali Khamenei) ના મૃત્યુ બાદ શાસન પરિવર્તનની (Regime Change) પ્રક્રિયાએ વેગ પકડ્યો છે, પરંતુ તે પ્રાદેશિક અસ્થિરતામાં વધારો કરી રહી છે.
શું આ 'અનંત યુદ્ધ' છે?
યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે (Pete Hegseth) વધતી ચિંતાઓ પર પૂર્ણવિરામ મૂકતા જણાવ્યું કે, "આ ઈરાક જેવું અનંત યુદ્ધ નથી. અમે જીતવા માટે લડીએ છીએ અને સમય બગાડવા માંગતા નથી." તેમના મતે, ઈરાનમાં શાસન પરિવર્તન વિશ્વ માટે એક વધુ સુરક્ષિત અને સારી પરિસ્થિતિનું નિર્માણ કરશે.
આ પણ વાંચો: ઈરાન યુદ્ધ વચ્ચે ઓમાનમાં ભારે દહેશતનો માહોલ, જહાજ પર હુમલો થતા 3 ભારતીયના મોત


