ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vaccination Campaign : Td અને DPT (ત્રિગુણી) રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ

રસિકરણમાં સરકારના શિક્ષણ વિભાગનું મહત્વનું યોગદાન
01:24 PM Jun 26, 2025 IST | Kanu Jani
રસિકરણમાં સરકારના શિક્ષણ વિભાગનું મહત્વનું યોગદાન

Vaccination Campaign: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) ઊંઝા ખાતેથી Td અને DPT (ત્રિગુણી) રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
*****
રાજ્યમાં છેલ્લા 3 વર્ષના ટી.ડી(Td) અભિયાન થકી ડિપ્થેરિયા અને ટીટેનસનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો
*****
રાજ્યની તમામ સરકારી/પ્રાઈવેટ શાળાઓમાં ધોરણ ૫ અને ધોરણ ૧૦ ના તમામ બાળકોને ટી.ડી. (ધનૂર અને ડિપ્થેરિયા)ની રસી આપવામાં આવશે
*****
આ અભિયાનમાં રાજ્યની ૯૯૨ RBSK ટીમો દ્વારા ૪૭,૪૩૯ શાળાઓના અંદાજીત ૧૮,૨૦,૧૦૪ લાખ બાળકોનું રસીકરણ કરવામાં આવશે
*****
અંદાજીત ૩૯,૦૪૫ બાળવાટિકાઓના ૬,૧૦,૨૭૯ બાળકોનું ડીપીટી બૂસ્ટર નાં બીજા ડોઝ થકી રક્ષણ કરવામાં આવશે
*****

Vaccination Campaign : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતેથી Td અને DPT (ત્રિગુણી) રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓને ધનૂર-Sagittarius અને ડિપ્થેરિયા તેમજ બાળકોને થતા ૧૧ ઘાતક રોગો જેવા કે ઝેરી કમળો, બાળ ગંભીર ટી.બી., પોલીયો, ડીપ્થેરીયા, ઊટાટીયું, ધનુર, હીબબેક્ટેરિયાથી થતા રોગો (ન્યુમોનિયા અને મગજનો તાવ), ન્યૂમોકોકલથી થતા ન્યુમોનિયા, રોટાવાયરસથી થતા ઝાડા, ઓરી, રૂબેલા જેવા રોગો સામે રસીકરણ કરવાથી બચાવી શકાય છે.

જૂન અને જૂલાઈ મહિનામાં ટીડી અભિયાન કરવાનું નિયત

ભારત સરકાર દ્વારા વર્ષ 2019 થી સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ૧૦ વર્ષ અને ૧૬ વર્ષ નાં કિશોરો અને કિશોરીઓમાં ધનૂર અને ડિપ્થેરિયા ની ટી.ડી(Td) રસીની શરૂઆત કરવામાં આવેલ છે . રાજયમાં ગત વર્ષે નિયત વયજૂથના તરૂણોનું શાળાઓમાં જતા અને શાળાઓમાં ન જતા મળીને કુલ ૨૩,૦૫,૧૯૦ adolescents નુ રસીકરણ અભિયાન કરવામાં આવેલ હતુ.

ટીડી રસીકરણ અભિયાનની સફળતાને ધ્યાને લઈ દર વર્ષે ઉઘડતી શાળાઓ જૂન અને જૂલાઈ મહિનામાં ટીડી અભિયાન કરવાનું નિયત કરવામાં આવેલ છે. વધુમાં, રાષ્ટ્રીય રસીકરણ સમય પત્રક મુજબ 5 વર્ષ પૂર્ણ થયેલ બાળકોનું DPT (ત્રિગુણી) બૂસ્ટર રસીના બીજા ડૉઝથી રક્ષણ કરવાનું હોય છે તે ગત વર્ષથી રાજયની બાલવાટીકાઓમાં શરૂ કરવામાં આવેલ છે.

ડિપ્થેરિયા અને ટીટેનસનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો

રસીકરણના રાજ્યવ્યાપી અભિયાનમાં જુન-જૂલાઈ મહિના દરમિયાન રાજ્યની તમામ સરકારી/પ્રાઈવેટ શાળાઓમાં ધોરણ ૫ અને ધોરણ ૧૦ ના તમામ બાળકોને ટી.ડી. (ધનૂર અને ડિપ્થેરિયા) ની રસી આપવામાં આવનાર છે અને બાળવાટિકાઓમાં ૫ વર્ષ પૂર્ણ થયેલ તમામ બાળકોનું ડીપીટી બૂસ્ટરનાં બીજા ડોઝથી રસીકરણથી ત્રણ રોગો સામે રક્ષણ પુરુ પાડવામાં આવશે. રાજ્યમાં છેલ્લા 3 વર્ષના ટી.ડી(Td) અભિયાન થકી ડિપ્થેરિયા અને ટીટેનસનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયેલ છે.બાળવાટીકાના અભિયાન થકી ઉંટાટીયુ ના કેસોમાં પણ ખુબજ નોંધપાત્ર ઘટાડો થયેલ છે.

આ અભિયાનમાં રાજ્યની ૯૯૨ RBSK ટીમો દ્વારા ૪૭,૪૩૯ શાળાઓના અંદાજીત ૧૮,૨૦,૧૦૪ લાખ બાળકોનું રસીકરણ શાળાઓમાં ૧૦,૭૬૪ આરોગ્ય ટીમો દ્વારા ટીડી સેશન યોજી રસીકરણ કરવામા આવશે.

ઉપરાંત,અંદાજીત ૩,૯૦,૪૫ બાળવાટિકાઓના ૬,૧૦,૨૭૯ બાળકોનું ડીપીટી બૂસ્ટર નાં બીજા ડોઝ થકી રક્ષણ કરવામાં આવશે. આ અભિયાનમાં છૂટી ગયેલા બાળકોને દરેક મમતા સેશનમાં પણ આવરી લેવામાં આવશે. આ ઝુંબેશને સફળ બનાવવા માટે ખાસ કરીને સરકારના શિક્ષણ વિભાગનું મહત્વનું યોગદાન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટીડી અને ડીપીટીની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને સાર્વત્રિક રસીકરણ કાર્યક્ર્મ અંતર્ગત 1985 થી આપવામાં આવે છે. ગત ત્રણ વર્ષનાં ટીડી કેમ્પેઈન દરમિયાન શાળાઓમાં કોઈ આડ અસર નોંધાયેલ નથી .તેમ છતાં, પણ કોઈ આડઅસર જણાય તો તેની સારવાર માટે દરેક રસીકરણ સેન્ટર તેમજ સરકારી દવાખાના પર એઇ.એફ.આઈ.કીટ ઉપલબ્ધ છે અને શાળાઓમાં પણ રસીકરણ વખતે આ કીટ ઉપલબ્ધ રાખવામાં આવશે. જેથી ત્વરિત સારવાર આપી શકાય.

આ અભિયાન દ્વારા રાજ્યના તમામ બાળકોને ધનૂર, ડિપ્થેરિયા અને ઉંટાટીયુ થી બચાવી સફળતાપૂર્વક અમલીકરણ કરીએ.

Tags :
adolescentsDPTRushikesh PatelSagittariusTdVaccination Campaign
Next Article