vadodara: મનપાના ક્લાસ-1 અધિકારીઓ માસ CL પર ઉતર્યા, જાણો શું છે સમગ્ર મામલો
- વડોદરા (vadodara) મનપાના ક્લાસ-વન અધિકારીઓ માસ CL પર ઉતર્યા
- અધિકારીઓ વચ્ચે આંતરિક ખેંચતાણથી વિવાદ સર્જાયો
- ટોચના અધિકારીઓએ કમિશનરને પત્ર લખી CL પર ઉતર્યા
- આંતરિક ખેંચતાણથી વડોદરા પાલિકામાં ખળભળાટ
- ઓડિટ વિભાગમાંથી બિલ લીક થતાં અધિકારીઓમાં બળાપો
- ત્રાહિત વ્યક્તિઓ કામના સ્થળે જઈ નાણાંકીય માગણી કરતા હોવાના આક્ષેપ
vadodara: વડોદરા મહાનગર પાલિકામાં (VMC) અધિકારીઓ વચ્ચેની આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે. પાલિકાના ટોચના ક્લાસ-1 અધિકારીઓએ બે દિવસની માસ CL પર જવાની જાહેરાત કરી દીધી છે. આ નિર્ણય પાછળ ઓડિટ વિભાગમાંથી બિલોની ગોપનીય વિગતો લીક થવાના ગંભીર આક્ષેપો અને ત્રાહિત તત્વો દ્વારા નાણાકીય ધમકીઓનો સમાવેશ થાય છે.
મનપાના ક્લાસ-વન અધિકારીઓ માસ CL પર ઉતર્યા
મળતી માહિતી મુજબ, પાલિકાના વિવિધ વિભાગોના કામોની ટેન્ડર તેમજ બિલોની વિગતો ઓડિટ વિભાગમાંથી જ લીક કરવામાં આવી રહી છે. આ વિગતોનો ઉપયોગ કરીને કેટલાક ત્રાહિત વ્યક્તિઓ સીધા કામના સ્થળે પહોંચીને સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે નાણાકીય માંગણીઓ કરે છે, એવો ગંભીર આક્ષેપ ક્લાસ-1 અધિકારીઓએ કર્યો છે.
નાણાંકીય માગણી કરતા હોવાના આક્ષેપ
મહાનગર પાલિકાના ક્લાસ વન અધિકારીઓનું કહેવું છે કે, તેમને ખોટી રીતે માહિતી લીક કરીને અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. કામના સ્થળે ત્રાહિત વ્યક્તિઓ આવીને ધમકીઓ આપે છે અને પૈસાની માગણી કરે છે. આ સ્થિતિમાં માનસિક તણાવને કારણે કામ કરવું અશક્ય બન્યું છે. જેથી કલાસ વન અધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી માસ સીએલ પર ઉતરવાની જાહેરાત કરી છે.
આંતરિક ખેંચતાણથી વડોદરા પાલિકામાં ખળભળાટ
આ ઘટનાથી વડોદરા મહાનગર પાલિકામાં ખળભળાટ મચી ગયો છે અને વહીવટી કામગીરી પર અસર પડવાની શક્યતા છે. અધિકારીઓમાં રોષ એટલો વધી ગયો છે કે તેઓ પાછા ફરવા તૈયાર નથી. ત્યારે આગામી બે દિવસમાં પાલિકાનું વહીવટી ચક્ર કેવી રીતે ચાલશે અને આ વિવાદનો ઉકેલ કેવી રીતે આવશે, તે હવે જોવાનું રહ્યું.
&
nbsp;
આ પણ વાંચો: Gandhinagar:બહીયલમાં ગૌવંશ વેચાણ અટકાવવા જતા યુવક પર હુમલો, વાતાવરણ બન્યું તંગ