પત્નીએ કહ્યું તારાથી કંઇ જ નહીં થાય આત્મહત્યા કરી લે, ઉદ્યોગપતિએ કરી આત્મહત્યા
- પુનિતને પત્ની આપતી હતી અસહ્ય ત્રાસ
- પુનિતને બરબાદ કરવાની આપતી વારંવાર ધમકી
- ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરીને આપતી હતી ધમકી
Punit Khurana Suicide Case: અતુલ સુભાષ આત્મહત્યાનો મામલો હજી ટાઢો નથી પડ્યો કે દિલ્હીની મોડલ ટાઉનમાં એક આવો જ ચોંકાવનારો કેસ સામે આવ્યો. પત્ની અને સસુરાલના લોકો પરેશાન થઇને રેસ્ટોરન્ટ માલિક પુનીત ખુરાનાએ સુસાઇડ કરી લીધી. હવે પુનિતના પરિવારે પત્ની મનિકા પહવા અને તેના પરિવાર પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છ. પરિવારનું કહેવું છે કે, મનિકા પુનીતને મેન્ટલ ટોર્ચર કરતી હતી, જેના કારણે તે ખુબ જ પરેશાન હતી.
તારાથી કાંઇ નહી થાય મરી જા
સમાચાર એજન્સી એએનઆઇ સાથે વાત કરતા પુનીતની બહેને કહ્યું કે, મનિકા પહવા, તેના પેરેન્ટ્સ અને તેની બહેને મારા ભાઇને મજબુર કર્યા, તેને તણાવમાં નાખ્યો અને તેને તેમ કહીને ઉશ્કેરવામાં આવ્યો કે, તું કાંઇ પણ કરી શકે તેમ નથી તો પછી આત્મહત્યા કરી લે. બીજી તરફ પુનીતે પણ મરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો જે તેના ફોનમાં છે.તેણે પણ મનિકા અને તેના પરિવાર પર પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો : Surat: અમરેલી લેટર કાંડ કેસમાં અલ્પેશ કથીરીયા તથા સાવરકુંડલાના કોંગ્રેસના પૂર્વ MLA પ્રતાપ દુધાત મેદાનમાં આવ્યા
શું બિઝનેસ અંગે હતી કોઇ ટક્કર
પુનીતની બહેનને જ્યારે પુછવામાં આવ્યું કે, બિઝનેસના કારણે કોઇ સમસ્યા હતી. જેના જવાબમાં જણાવ્યું કે, અગાઉ તે પાર્ટરનરશીપમાં બેકરી ચલાવતા હતા. ત્યાર બાદ જ્યારે છૂટાછેડા માટે પહેલીવાર સાઇન થઇ તો લેખીતમાં નક્કી કરવામાં આવ્યું કે, પુનીત બેકરી સંભાળશે જ્યારે મનિકા કૈફે સંભાળશે. આ અંગે સાઇન થઇ ચુકી હતી. ત્યાર બાદ પણ તે કહેતી રહી કે તે પોતાનો હિસ્સો નહીં છોડે. જ્યારે મામલો નક્કી થઇ ગયો તો ત્યાં જઇને મામલો ઉઠાવો પરંતુ તેઓ પુનીતને ફોન કરીને હિસ્સો માંગતી હતી.
મનિકા પર પુનીતનું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવાનો લાગ્યો આરોપ
પુનીતની બહેને આરોપ લગાવ્યો કે, મનિકાએ પુનીતનું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી લીધું. તેમણે કહ્યું કે, તેણે ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા લોકો સાથે ગેરવર્તણુંક કરી હતી. આ કારણે મારા ભાઇને સવારે 3 વાગ્યે તેને કોલ કરવો પડ્યો. અમારી પાસે રેકોર્ડિંગ છે.
આ પણ વાંચો : Gujarat: રાજ્યના 17 IAS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું, જાણો કોને બઢતી મળી
પુનીતની માતાને શું જણાવ્યું
પુનીતની માંએ કહ્યું કે, તેમને આશા હતી કે અલગ હોવા છતા પુત્ર અને વહુ સારી રીતે રહેશે. મનિકા મારા પુત્રને પ્રતાડિત કરતી રહી અને તેઓ ચુપચાપ સહેતા રહ્યા. બંન્નેને એક સાથે બિઝનેસ કરતા હતા જે અંગે લડાઇ થતી હતી. તેઓ અમને ખુલીને કંઇ પણ કહેતો નહોતો. તે પોતાનું દુખ સહેતો રહ્યો. મારા પુત્ર સારો હતો. જો કે કાલે તેણે પ્રતાડિત થઇને આ પગલું ઉઠાવ્યું.
આ પણ વાંચો : પત્ની સાથે ઝઘડો થતા યુવકે કૂવામાં ઝંપલાવ્યુ, બચાવવા જતા 5 લોકોએ જીવ ગુમાવ્યા