બજેટમાં સિનિયર સિટીઝનની બચત યોજનાની રકમમાં વધારો, જાણો
નાણા મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે, ફેબ્રુઆરી 1 ના રોજ વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યુ છે. સરકારે બજેટમાં વરિષ્ઠ નાગરિકો માટે સૌથી મોટી જાહેરાત કરી છે. વરિષ્ઠ નાગરિકો માટે ચલાવવામાં આવી રહેલી બચત યોજનામાં સરકારે સૌથી મોટો ફાયદો આપ્યો છે. સરકારે આ યોજનામાં રોકાણની મર્યાદા વધારી છે. આ વરિષ્ઠ નાગરિકોને તેમની આવક વધારવામાં મદદ કરશે. સરકારે બજેટમાં માસિક આવક યોજનામાં રોકાણની મર્યાદા 4.50
Advertisement
નાણા મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે, ફેબ્રુઆરી 1 ના રોજ વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યુ છે. સરકારે બજેટમાં વરિષ્ઠ નાગરિકો માટે સૌથી મોટી જાહેરાત કરી છે. વરિષ્ઠ નાગરિકો માટે ચલાવવામાં આવી રહેલી બચત યોજનામાં સરકારે સૌથી મોટો ફાયદો આપ્યો છે. સરકારે આ યોજનામાં રોકાણની મર્યાદા વધારી છે. આ વરિષ્ઠ નાગરિકોને તેમની આવક વધારવામાં મદદ કરશે. સરકારે બજેટમાં માસિક આવક યોજનામાં રોકાણની મર્યાદા 4.50 રૂપિયાથી વધારીને 9 લાખ રૂપિયા કરી છે.
વરિષ્ઠ નાગરિકોને સરકારે ભેટ આપી
સરકારે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) માટે સિંગલ માટે રોકાણ મર્યાદા રૂ. 4.50 લાખથી વધારીને રૂ. 9 લાખ કરી છે. અગાઉ સિંગલ માટે આ મર્યાદા 4.50 લાખ રૂપિયા હતી જેને વધારી દેવામાં આવી છે. તો સંયુક્ત રોકાણ માટે મર્યાદા 15 લાખ રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી છે. અગાઉ, વરિષ્ઠ નાગરિક પતિ-પત્ની બંનેના સંયુક્ત ખાતા અથવા નામમાં રોકાણ માટે રોકાણની મર્યાદા 15 લાખ રૂપિયા હતી.
વરિષ્ઠ નાગરિક માસિક આવક યોજના પર વ્યાજ
સિનિયર સિટીઝન્સ સેવિંગ સ્કીમ હેઠળ વર્ષે 15 લાખ જમા કરવાની મર્યાદા વધારીને 30 લાખ કરી દેવામાં આવી છે. સરકાર આ વરિષ્ઠ નાગરિક માસિક આવક યોજના પર 7.60 ટકા વ્યાજ ચૂકવે છે. સરકારે તાજેતરમાં તેના પર વ્યાજ 7.40 ટકાથી વધારીને 7.60 ટકા કર્યું હતું. આમાં, રોકાણ પર આવકવેરાની કલમ 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ પણ ઉપલબ્ધ છે. આ યોજનાથી હવે સિનિયર સિટીઝન્સને બચત કરવા માટે પ્રોત્સાહન મળી રહેશે.
સુપર સિનિયર સિટીઝન નાગરિકો
સુપર સિનિયર સિટીઝન નાગરિકોને સિનિયર સિટીઝન નાગરિકો કરતાં વધુ છૂટ મળે છે. નાણાકીય વર્ષ 2022-23માં સિનિયર સિટીઝન નાગરિકોને 5,00,000 રૂપિયાની છૂટ આપવામાં આવી છે, એટલે કે, સુપર સિનિયર સિટિઝનને સિનિયર સિટીઝન નાગરિકો કરતાં 2,00,000 રૂપિયા વધુ અને સામાન્ય નાગરિકો કરતાં 3,00,000 રૂપિયા વધુ રિબેટ મળે છે.
Advertisement