Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Ayodhya Diwali Bomb Threat : દિવાળી ટાણે અયોધ્યા, વારાણસી અને મથુરાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટને મળેલા ઈમેલ બાદ યુપીમાં હાઈ એલર્ટ

તહેવારો ટાણે ત્રણ મોટા પવિત્ર શહેરોમાં વિસ્ફોટ કરવાની ધમકી મળતાં રાજ્યભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. 4 નવેમ્બરે કોર્ટના સત્તાવાર સરનામે આવેલા સંદેશામાં 27 નવેમ્બર સુધી ચેતવણી અપાઈ છે. ન્યાયિક અધિકારીના પત્ર બાદ બોમ્બ સ્ક્વોડ સક્રિય થઈ છે અને તમામ સંવેદનશીલ સ્થળોએ સઘન વાહન ચેકિંગ તેમજ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે.
ayodhya diwali bomb threat   દિવાળી ટાણે અયોધ્યા  વારાણસી અને મથુરાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી  કોર્ટને મળેલા ઈમેલ બાદ યુપીમાં હાઈ એલર્ટ
Advertisement

Ayodhya Diwali Bomb Threat : સમગ્ર દેશમાં હાલ દિવાળી, ધનતેરસ અને છઠ પૂજા જેવા પવિત્ર તહેવારોની ભવ્ય ઉજવણી ચાલી રહી છે અને બજારો રોશનીથી ઝળહળી રહ્યા છે. આ ઉત્સવના માહોલમાં અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો ગંભીર પ્રયાસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન ત્રણ મહત્વપૂર્ણ શહેરોને નિશાન બનાવીને બોમ્બ વિસ્ફોટ કરવાની ગર્ભિત ધમકી આપતો એક સંદેશ મળ્યો છે. આ ચોંકાવનારી માહિતી સામે આવતાં જ ઉત્તર પ્રદેશ પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દેવામાં આવી છે.

Tags :
Advertisement

.

×