Ayodhya Donation Theft Case: પોલીસની અલગ અલગ ટીમોએ કરી કાર્યવાહી
તપાસ ટીમે પોતાની કાર્યવાહીનો વ્યાપ વધારીને અયોધ્યામાં રહેતા આરોપીઓના નિવાસસ્થાનો પર સપાટો બોલાવ્યો છે. પોલીસની જુદી જુદી ટીમો અનુકલ્પ મિશ્રા, લવ કુશ મિશ્રા, મનીષ યાદવ, કરુણેશ પાંડે અને રમા શંકર મિશ્રાના ઘરે પહોંચી હતી. ઉપરાંત મુખ્ય આરોપી રમાશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા. કેસ સંબંધિત મહત્વના પુરાવા મેળવવા માટે પોલીસ આ તમામ સ્થળો પર ખૂબ જ ઝીણવટભરી તપાસ કરી હતી.
Ayodhya Donation Theft Case: લોકલ મેજિસ્ટ્રેટની હાજરીમાં કાર્યવાહી
આ ઓપરેશન દરમિયાન લોકલ મેજિસ્ટ્રેટની હાજરી રાખવામાં આવી હતી. પોલીસ આરોપીઓના પરિવારના સભ્યોની કડક પૂછપરછ કરી હતી. તપાસ ટીમ સુભાષ ચંદ્ર શ્રીવાસ્તવ અને પ્રતાપગઢના રહેવાસી અવિનાશ શુક્લા સિવાયના તમામ આરોપીઓના પરિવારજનોને સવાલ-જવાબ કર્યા હતા. આ સાથે પોલીસ આસપાસના પડોશીઓ પાસેથી પણ આ આરોપીઓની હિલચાલ અને તેમની ગતિવિધિઓ વિશેની માહિતી એકત્ર કરી.
Ayodhya Donation Theft Case: આરોપીઓની કમાણી અને બેંક ખાતાની તપાસ
તપાસ ટીમો માત્ર ચોરીની કડીઓ જ નથી જોડી રહી, પરંતુ આરોપીઓની કમાણીના પાસાઓની પણ શોધ કરી. ગુનાના માધ્યમથી જે પૈસા અથવા મિલકત મેળવી છે તેનો સ્ત્રોત ટ્રેસ કરવામાં આવી રહ્યો છે. આરોપીઓ પાસે રહેલી સંપત્તિ ક્યાંથી આવી તેની આખી હિસ્ટ્રી તપાસ કરવામાં આવી હતી. પોલીસ તેમના બેંક ખાતાઓ અને નાણાકીય લેન-દેનની પણ તપાસ કરી હતી.
Ayodhya Donation Theft Case: રામમંદિરમાં કેશ ગણવાનું કામ કરતા હતા આરોપીઓ
આ કેસમાં પકડાયેલા તમામ આરોપીઓ રામ મંદિરમાં આવતા ચઢાવા અને રોકડ રકમ ગણવાના કામ સાથે જોડાયેલા હતા. આ લોકોએ ત્યાંથી જ પૈસાની ઉથલપાથલ કરી હોવાની વિગતો તપાસમાં ખુલી છે. તપાસ ટીમોએ અત્યાર સુધીમાં આ મામલામાં આશરે 79 લાખ 85 હજાર રૂપિયા રિકવર કરી લીધા છે. પોલીસે આ સમગ્ર મામલામાં ચોરી, ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો--- Delhi-Uttarakhand Security Alert : દિલ્હી અને ઉત્તરાખંડમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર, સુરક્ષા સઘન કરાઈ