Torture with husband: ફતેહપુરમાં પત્નીએ વટાવી ક્રૂરતાની પરાકાષ્ઠા, પતિને ખાટલામાં બાંધી આપ્યો વીજ કરંટ
ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં હિંસાનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પત્નીએ પવિત્ર સંબંધને કલંકિત કરીને પોતાના પતિને બાંધીને ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી છે. મારપીટ અને વીજળીના કરંટના આ મામલામાં સંજીવ તિવારી નામના વ્યક્તિની હાલત નાજુક છે. પોલીસ અધિકારીઓએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપી પત્ની વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે.
Advertisement
Torture with husband: ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં ક્રૂરતાની પરાકાષ્ઠા જોવા મળી છે. પારસદેવપુર ગામમાં એક પત્નીએ પોતાના પતિને ખાટલામાં બાંધીને આખી રાત અમાનવીય અત્યાચાર ગુજાર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી પત્નીએ પતિને એટલો માર્યો કે તે લોહીલુહાણ થઈ ગયો. પત્નીએ ઈલેક્ટ્રિક વાયરથી તેને કરંટ આપ્યા હોવાનો પણ આરોપ લાગ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને આરોપી પત્નીને કસ્ટડીમાં લીધી છે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

