CM Yogi On Donation Theft: રામ મંદિર વિવાદમાં CM યોગી આકરા પાણીએ, ‘આરોપીઓને છોડવામાં નહીં આવે’
રામ મંદિરની દાનની રકમ ચોરીના આરોપો બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હવે એક્શન મોડમાં આવ્યા છે. દેવરિયામાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે વિપક્ષી દળો પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, અયોધ્યા પ્રત્યે અસંવેદનશીલ રહેનારા લોકોએ આસ્થાની વાત કરવી જોઈએ નહીં. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સરકાર 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી રહી છે. અને ગુનેગારોને સાત પેઢી સુધી યાદ રહે તેવી સજા આપવાની તૈયારી કરી લીધી છે.
Advertisement
CM Yogi On Donation Theft: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિરમાં દાન ચોરીના કિસ્સામાં આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે એસઆઈટી (SIT) ના રિપોર્ટના આધારે કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. અને અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દેવરિયામાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન સીએમ યોગીએ વિરોધ પક્ષો પર નિશાન સાધતા કહ્યું કે, જે લોકો ભગવાન રામના અસ્તિત્વને નકારતા હતા, તેઓ હવે આસ્થા પર રાજનીતિ કરી રહ્યા છે. તેમણે સરકારની ઝીરો ટોલરન્સની નીતિનો ઉલ્લેખ કરતા ગુનેગારોને ચેતવણી આપી છે.

