Uttar Pradesh News : ભાજપના પૂર્વ મંત્રી નાનકદિન ભુરજી 7મા માળેથી પડી જતાં મોત, કારણ અકબંધ
Uttar Pradesh News : ઉત્તર પ્રદેશના લખનૌમાં પૂર્વ મંત્રી નાનકદિન ભુરજીનું ધારાસભ્ય નિવાસસ્થાનના સાતમા માળેથી પડી જતાં મોત થયું છે. ઘટનાના કારણો હજુ સ્પષ્ટ થયા નથી, જેના કારણે અનેક સવાલો ઊભા થયા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી CCTV ફૂટેજ સહિત તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે, જ્યારે પરિવાર અને સમર્થકોમાં શોકની લાગણી વ્યાપી છે.
Advertisement
Uttar Pradesh News : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની રાજધાની લખનૌ (Lucknow)ના લાલબાગ (Lalbagh) વિસ્તારમાં આવેલા નવા ધારાસભ્ય નિવાસસ્થાન (MLA Residence)માં પૂર્વ મંત્રી (Former Minister) નાનકદિન ભુરજી (Nanakdin Bhurji)નું સાતમા માળેથી પડી જતાં દુઃખદ મૃત્યુ થયું છે. ઘટનાની જાણ થતાં તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માં ખસેડવામાં આવ્યા હતા, જ્યા ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

