Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વડોદરામાં 3 દિવસનો વિન્ટેજ કાર શો, વડોદરાવાસીઓ ઐતિહાસીક કાર જોઇ અચંબિત

આઝાદી કા અમૃત મહોત્સવના 75 વર્ષની ઉજવણી માટે વિન્ટેજ કાર રેલી21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ દ્રારા યોજવામાં આવી રહી છે વિન્ટેજ કાર રેલીવડોદરા લક્ષ્મી વિલાસ પેલેસ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી વિન્ટેજ કાર રેલીવિન્ટેજ કાર રેલીમાં 75 કાર ચાલકોએ ભાગ લીધોરેલીમાં ભાગ લેતી કેટલીક દુર્લભ વિન્ટેજ કારવિન્ટેજ કાર રેલીને મહારાજા સમરજિતસિંહ ગાયકવાડએ ફ્લેગ ઓફ કર્યું વિન્ટેજ કાર રેà
વડોદરામાં 3 દિવસનો વિન્ટેજ કાર શો  વડોદરાવાસીઓ ઐતિહાસીક કાર જોઇ અચંબિત
Advertisement
  • આઝાદી કા અમૃત મહોત્સવના 75 વર્ષની ઉજવણી માટે વિન્ટેજ કાર રેલી
  • 21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ દ્રારા યોજવામાં આવી રહી છે વિન્ટેજ કાર રેલી
  • વડોદરા લક્ષ્મી વિલાસ પેલેસ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી વિન્ટેજ કાર રેલી
  • વિન્ટેજ કાર રેલીમાં 75 કાર ચાલકોએ ભાગ લીધો
  • રેલીમાં ભાગ લેતી કેટલીક દુર્લભ વિન્ટેજ કાર
  • વિન્ટેજ કાર રેલીને મહારાજા સમરજિતસિંહ ગાયકવાડએ ફ્લેગ ઓફ કર્યું 
  • વિન્ટેજ કાર રેલીમાં 27 દેશોથી વિદેશી નાગરિકો અને ભારતના વિવિધ રાજ્યોમાંથી લોકો ભાગ લેવા આવ્યા
  • વિન્ટેજ કાર રેલીમાં આઝાદી પહેલાની પણ અનેક લક્ઝુરીયસ વિન્ટેજ કારો સામેલ
  • લક્ષ્મી વિલાસ પેલેસમાં જ 6 થી 8 જાન્યુઆરી 3 દિવસ સુધી 200 જેટલી વિન્ટેજ કારો, જૂની મોટર સાયકલનું એક્ઝિબિશન યોજાશે
વડોદરા (Vadodara)ના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસમાં  6 થી 8 જાન્યુઆરી દરમિયાન 3 દિવસ સુધી 200 જેટલી વિન્ટેજ કારો, જૂની મોટર સાયકલનું એક્ઝિબિશન યોજાવા જઇ રહ્યું છે. આ પ્રસંગે આજે વિન્ટેજ કાર (Vintage Car) રેલીનું પણ આયોજન કરાયું હતું. 21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ દ્રારા આ પ્રદર્શન અને કાર રેલી યોજવામાં આવી રહી છે.

 લક્ષ્મી વિલાસ પેલેસમાં  વિન્ટેજ કાર પ્રદર્શન અને રેલી
વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં પર્યટન વિભાગના સહયોગથી વિન્ટેજ કાર પ્રદર્શન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ પ્રકારની વિન્ટેજ કારને નિહાળવાનો લ્હાવો વડોદરાવાસીઓને મળી શકે છે. આ પ્રસંગે યોજાનારી
વિન્ટેજ કાર રેલીમાં 27 દેશોથી વિદેશી નાગરિકો ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોમાંથી લોકો ભાગ લેવા આવ્યા છે. 
વિન્ટેજ કાર રેલી યોજવામાં આવી 
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75 વર્ષની ઉજવણી માટે વિન્ટેજ કાર રેલીનું આયોજન કરાયું છે. વડોદરાના પ્રસિદ્ધ લક્ષ્મી વિલાસ પેલેસ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી વિન્ટેજ કાર રેલી યોજવામાં આવી છે. આ રેલી કેવડિયા ખાતે પહોંચીને 2 કલાક રોકાયા પછી બપોરે વડોદરા પરત ફશે. લક્ષ્મી વિલાસ પેલેસથી શરુ થયેલી વિન્ટેજ કાર રેલી માંજલપુર, મકરપુરા, તરસાલી, કપુરાઇ ચોકડીથી કેવડિયા તરફ જશે. 

વિન્ટેજ કાર રેલીમાં 75 કાર ચાલકોએ ભાગ લીધો
વિન્ટેજ કાર રેલીમાં 75 કાર ચાલકોએ ભાગ લીધો છે જેમાં  કેટલીક દુર્લભ વિન્ટેજ કાર પણ જોવા મળશે. 1922ની  ડેમલર, 1938ની રોલ્સ-રોયસ 25/30, 1911ની નેપિયર અને 1933ની પેકાર્ડ v12 કાર જોવા મળશે. 

મહારાજા સમરજિતસિંહ ગાયકવાડએ ફ્લેગ ઓફ કર્યું
વિન્ટેજ કાર રેલીને મહારાજા સમરજિતસિંહ ગાયકવાડએ ફ્લેગ ઓફ કર્યું હતું. આ પ્રસંગે મહારાણી રાધિકારાજે ગાયકવાડ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિન્ટેજ કાર રેલીમાં આઝાદી પહેલાની પણ અનેક  વિન્ટેજ કારો સામેલ છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×