Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ડભોઇમાં પરિણીતાને રંજાડતો રોમિયો જેલના સળિયા પાછળ ધકેલાયો

વડોદરા (Vadodara) જીલ્લાના ડભોઇમાં પરિણીત યુવતીને પરેશાન કરતા રોમિયોને ડભોઇ પોલીસે ઝડપી લીધો છે.બિભત્સ ઈશારા અને અશ્લિલ હરકતો કરતોપ્રાપ્ત માહિતી મુજબ ડભોઇમાં રહેતી યુવતીના થોડા સમય પહેલા લગ્ન વડોદરા થયા હતા અને ત્યારબાદ કોઇ કારણોસર તે રહેવા માટે પિયર ડભોઇ આવી હતી. દરમિયાન, તેની જ સોસાયટીમાં રહેતા પૃથ્વીરાજસિંહ રામસિંહ ચૌહાણે તેને પરેશાન કરવાનું શરુ કર્યું હતું.  પૃથ્વીરાજસિંહ રા
ડભોઇમાં પરિણીતાને રંજાડતો રોમિયો જેલના સળિયા પાછળ ધકેલાયો
Advertisement
વડોદરા (Vadodara) જીલ્લાના ડભોઇમાં પરિણીત યુવતીને પરેશાન કરતા રોમિયોને ડભોઇ પોલીસે ઝડપી લીધો છે.
બિભત્સ ઈશારા અને અશ્લિલ હરકતો કરતો
પ્રાપ્ત માહિતી મુજબ ડભોઇમાં રહેતી યુવતીના થોડા સમય પહેલા લગ્ન વડોદરા થયા હતા અને ત્યારબાદ કોઇ કારણોસર તે રહેવા માટે પિયર ડભોઇ આવી હતી. દરમિયાન, તેની જ સોસાયટીમાં રહેતા પૃથ્વીરાજસિંહ રામસિંહ ચૌહાણે તેને પરેશાન કરવાનું શરુ કર્યું હતું.  પૃથ્વીરાજસિંહ રામસિંહ ચૌહાણ કે ખાણખનીજ વિભાગમાં મસ્ટર ઉપર સર્વેયર‌ તરીકે ફરજ બજાવે છે. પૃથ્વીરાજસિંહ રામસિંહ ચૌહાણ પરિણીતા જ્યારે તે પોતાના પિતાને ઘરે રહેવા આવતી હતી ત્યારે તેની સામે બિભત્સ ઈશારા અને અશ્લિલ હરકતો કરતો અને હેરાન પરેશાન કરતો હતો. જેથી પરણીતા પિયરમાં આવે તો ઘરની બહાર પગ મુકતા ગભરાતી હતી.
પોલીસમાં ફરિયાદ નોંધાવી
આ શખ્સે પરિણીતાને ફોન પર ધમકી પણ આપી હતી કે તારુ લગ્ન જીવન ખરાબ કરી નાખીશ. વારંવારની ધમકીથી યુવતી ત્રાસી ગઇ હતી અને પોતાના પતિ અને માતા-પિતાને આ ઘટના અંગે વાત કરતા ઘરના સભ્યોએ પરિણીતાને હિંમત આપી હતી. જેથી ન્યાય મેળવવા આ શખ્સ વિરુદ્ધ ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. 
પોલીસે રોમિયોને ઝડપી લીધો
ડભોઇના પી.આઇ. એસ.જે. વાધેલાએ ખાણખનીજ વિભાગમાં સર્વેયર તરીકે કામ કરતાં આ શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી અને તેને જેલનાં સળીયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×