કૈલાશ માનસરોવર યાત્રા બાદ નેપાળમાં રોકાયા
વડોદરાથી કુલ 12 લોકો કૈલાશ માનસરોવરની પરિક્રમા કરવા માટે ગયા હતા. યાત્રા પૂર્ણ કર્યા બાદ વડોદરાની ત્રણ મહિલાઓ સહિત ચાર લોકો મુક્તિનાથની યાત્રા કરવા માટે નેપાળમાં જ રોકાયા હતા. જ્યારે અન્ય યાત્રાળુઓ પરત ફરવા માટે રવાના થયા હતા.
Advertisement ![Navratri Banner]()
ફ્લાઇટમાં બેઠા અને થોડા સમયમાં જ બદલાઈ ગયું દ્રશ્ય
વડોદરાના પરિતા શુક્લા સહિતના યાત્રાળુઓ જ્યારે નેપાળથી પરત ફરવા માટે ફ્લાઇટમાં બેઠા ત્યારે તેમને કદાચ અંદાજ પણ નહોતો કે પાછળ ભયાનક સ્થિતિ સર્જાવાની હતી. પરિતા શુક્લાએ જે ઈમિગ્રેશન ઓફિસમાં સેલ્ફી લીધી હતી, તે જ બિલ્ડિંગ બાદમાં પૂરનાં પાણીમાં તણાઈ ગયું હોવાની માહિતી સામે આવી છે.
દિલ્હી પહોંચ્યા ત્યારે થઈ ભયાનક પૂર વિશે જાણ
નેપાળથી દિલ્હી પહોંચ્યા બાદ યાત્રાળુઓને જાણ થઈ કે નેપાળમાં ભારે પૂર આવ્યું છે અને અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે. યાત્રાળુઓના જણાવ્યા અનુસાર, તેઓ સમયસર નેપાળથી નીકળી શક્યા હોવાથી મોટી દુર્ઘટનામાંથી બચી ગયા.
‘એક દિવસ મોડા નીકળ્યા હોત તો જીવતા ન હોત’
આ સમગ્ર અનુભવ અંગે યાત્રાળુઓએ કહ્યું કે“જો અમે એક દિવસ પણ મોડા નીકળ્યા હોત તો કદાચ જીવતા ન હોત.” તેમની વાત પરથી અંદાજ લગાવી શકાય છે કે કુદરતી આફત કેટલી ઝડપથી વિકરાળ બની છે.
પૂરનાં પાણીમાં એજન્ટો પણ ગાયબ
નેપાળમાં યાત્રાળુઓની મુસાફરીની વ્યવસ્થા સાથે સંકળાયેલા કેટલાક એજન્ટો પણ પૂરનાં પાણીમાં ફસાયા કે ગાયબ થયા હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાએ યાત્રાળુઓની સુરક્ષા અને પ્રવાસ વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉભા કર્યા છે. જોકે, વડોદરાથી ગયેલા 12 યાત્રાળુઓ સુરક્ષિત રીતે પરત ફરતાં તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે
આ પણ વાંચોઃ Nepal Flood Relief : સંકટના સમયમાં ભારતે નિભાવી મિત્રતા,નેપાળને 35 ટન રાહત સામગ્રીનો બીજો જથ્થો મોકલ્યો