Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara ના અગોરા સિટી સેન્ટરમાં હચમચાવતી ઘટના, 3 મિનિટ સુધી મોત સામે ઝઝૂમ્યો યુવક, અંતે કરૂણ મોત

Vadodara : સંસ્કારી નગરી વડોદરા (Vadodara) ના જાણીતા અગોરા સિટી સેન્ટર (Agora City Centre) માં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બિલ્ડિંગના ઉપરના માળેથી નીચે પટકાવાને કારણે 35 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા ચકચાર મચી ગઈ છે.
vadodara ના અગોરા સિટી સેન્ટરમાં હચમચાવતી ઘટના  3 મિનિટ સુધી મોત સામે ઝઝૂમ્યો યુવક  અંતે કરૂણ મોત
Advertisement
  • વડોદરા (vadodara) ના અગોરા સિટી સેન્ટર (Agora City Centre) ના બીજા માળેથી પટકાતા યુવકનું મોત
  • સમાના 35 વર્ષના હિતેન્દ્ર પરમાર નામના યુવકનું મોત નીપજ્યું
  • કોન્ટ્રાક્ટના કામના પૈસા લેવા અગોરા સિટી સેન્ટરમાં ગયો હતો
  • યુવક નીચે પટકાયો તે સમયનો વીડિયો સામે આવ્યો
  • સિક્યોરિટી ગાર્ડે ત્રણ મિનિટ સુધી પકડી રાખ્યો
  • પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી

Vadodara : સંસ્કારી નગરી વડોદરા (Vadodara) ના જાણીતા અગોરા સિટી સેન્ટર (Agora City Centre) માં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બિલ્ડિંગના ઉપરના માળેથી નીચે પટકાવાને કારણે 35 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા ચકચાર મચી ગઈ છે.

વડોદરા (vadodara) ના અગોરા સિટી સેન્ટર (Agora City Centre) ના બીજા માળેથી પટકાતા યુવકનું મોત

મળતી માહિતી મુજબ, શહેરના સમા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય હિતેન્દ્ર પરમાર (Hitendra Parmar) નામનો યુવક અગોરા સિટી સેન્ટરમાં ગયો હતો. ઘટના સમયે યુવક અચાનક બીજા માળની ગેલેરી કે ઊંચાઈવાળા ભાગે લટકી પડ્યો હતો. નીચે ઉભા રહેલા લોકો અને સિક્યોરિટી ગાર્ડની નજર પડતા તેને બચાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા.

Advertisement

Advertisement

સિક્યોરિટી ગાર્ડે ત્રણ મિનિટ સુધી પકડી રાખ્યો

આ હચમચાવતી ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે આ વીડિયોમાં જોઈ શકાય છે તેમ, એક સિક્યોરિટી ગાર્ડે (Security Guard) યુવકનો હાથ પકડી તેને અંદાજે ત્રણ મિનિટ સુધી હવામાં લટકતી હાલતમાં પકડી રાખ્યો હતો. જોકે, કમનસીબે હાથ છૂટી જતાં યુવક સીધો નીચે પટકાયો હતો અને ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ (Post-mortem) માટે એસએસજી હોસ્પિટલ (SSG Hospital) ખસેડવામાં આવ્યો છે.

ચોરીનો ઇરાદો કે કામના પૈસા?

આ ઘટનાને લઈને હાલ બે વિરોધાભાસી ચર્ચાઓ ચાલી રહી છે: એચ ચર્ચા એવી છે કે, મૃતકના પરિચિતો અને પ્રાથમિક ચર્ચા મુજબ, હિતેન્દ્ર ત્યાં કોન્ટ્રાક્ટ (Contract) ના કામના બાકી નીકળતા પૈસા લેવા માટે ગયો હતો. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે યુવક ચોરીના ઇરાદે બિલ્ડિંગમાં પ્રવેશ્યો હતો. લોકોની હલચલ અને અવાજ સાંભળી જતાં તે ગભરાઈને ભાગવા ગયો હતો અને બચવા માટે બીજા માળે લટકી પડ્યો હતો, જ્યાંથી તેનો હાથ છૂટી ગયો હતો.

પોલીસ તપાસ તેજ

ઘટનાની જાણ થતા જ પોલીસ ( Police) કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ (Investigation) શરૂ કરી છે. યુવક ત્યાં કયા કારણોસર ગયો હતો, તે ખરેખર લપસી પડ્યો હતો કે ભાગવા જતા દુર્ઘટના સર્જાઈ, તે તમામ પાસાઓ પર પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :  Junagadh: "સૂરજ ભુવાજીના ઈશારે અમને ફસાવાયા", હોસ્પિટલના બિછાનેથી દિવ્યા સાવલાણીના પોલીસ પર ગંભીર આક્ષેપો

Tags :
Advertisement

.

×