ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વડોદરામાં AAPના ઉમેદવારે ડિપોઝિટ પેટે દસ હજારનું પરચુરણ આપ્યું, 1 કલાક ગણતરી ચાલી

લોકશાહીનો મહાપર્વ આવી ચૂક્યો છે. તમામ રાજકીય પક્ષના ઉમેદવારો પોતપોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે ભાજપનું ગઢ ગણાતા વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે ભારે ચર્ચા જગાવી છે. સયાજીગંજ બેઠક શહેરની પાંચ વિધાનસભા બેઠક પૈકી સૌથી મોટી બેઠક છે. આગામી ચૂંટણીમાં અહીં શહેરના મેયર કેયૂર રોકડીયા તેમજ વિપક્ષ નેતા અમીબેન રાવત એમ ભાજપ V/C કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાવાનો
01:27 PM Nov 15, 2022 IST | Vipul Pandya
લોકશાહીનો મહાપર્વ આવી ચૂક્યો છે. તમામ રાજકીય પક્ષના ઉમેદવારો પોતપોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે ભાજપનું ગઢ ગણાતા વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે ભારે ચર્ચા જગાવી છે. સયાજીગંજ બેઠક શહેરની પાંચ વિધાનસભા બેઠક પૈકી સૌથી મોટી બેઠક છે. આગામી ચૂંટણીમાં અહીં શહેરના મેયર કેયૂર રોકડીયા તેમજ વિપક્ષ નેતા અમીબેન રાવત એમ ભાજપ V/C કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાવાનો
લોકશાહીનો મહાપર્વ આવી ચૂક્યો છે. તમામ રાજકીય પક્ષના ઉમેદવારો પોતપોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે ભાજપનું ગઢ ગણાતા વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે ભારે ચર્ચા જગાવી છે. સયાજીગંજ બેઠક શહેરની પાંચ વિધાનસભા બેઠક પૈકી સૌથી મોટી બેઠક છે. આગામી ચૂંટણીમાં અહીં શહેરના મેયર કેયૂર રોકડીયા તેમજ વિપક્ષ નેતા અમીબેન રાવત એમ ભાજપ V/C કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાવાનો છે. તેવામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્વેજલ વ્યાસ ચર્ચાનો વિષય બન્યા છે.
પોટલામાં પરચુરણ લાવ્યા
આજે સ્વેજલ વ્યાસ જ્યારે પોતાની ઉમેદવારી નોંધાવવા મામલતદાર કચેરી પહોચ્યા ત્યારે સાથે એક પોટલું લાવ્યા પોટલું જોઈ ત્યાં હાજર તમામ લોકો વિચારમાં પડી ગયા કે આ ભાઈ પોતાની સાથે પોટલું કેમ લાવ્યા, પરંતુ લોકો જેને લોકો પોટલું સમજતા હતા એમાં રૂપિયા દસ હજારનું પરચુરણ ભરેલું હતું. સ્વેજલ વ્યાસે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ માત્ર ચિલ્લર નથી બલ્કે લોકોએ આપેલો આશીર્વાદ અને ચૂંટણી લડવા માટેની પ્રેરણા છે. લોકોએ પ્રેમ સ્વરૂપ તેને 1 રૂપિયો આપ્યો, જેને લઈ તે ફોર્મ ભરવા આવ્યા હતા.
1 કલાક ગણતરી ચાલી
સયાજીગંજ બેઠક પરથી AAPમાંથી ઉમેદવારી નોંધાવનાર સ્વેજલ વ્યાસે જ્યારે ડિપોઝિટ સ્વરૂપે દસ હજારનું પરચુરણ ચિલ્લર આપ્યું ત્યારે કચેરીમાં હાજર અધિકારી સહિત કર્મચારીઓ આશ્ચર્યમાં મુકાયા હતા. જોકે પરચુરણ ભારતીય ચલણ હોવાના કારણે અધિકારી દ્વારા સિક્કા ગણવા માટે કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા હતા. આ ચિલ્લર ગણવાની પ્રક્રિયામાં આશરે 6 થી 7 કર્મચારીઓ કામે લાગ્યા હતા અને લગભગ એક કલાક જેટલો સમય લાગ્યો હતો અને બાદમાં ઉમેદવારી નોંધાવવાની બંધારણીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - આ બેઠક ઉપર 'સાહેબ' સામે ચૂંટણી જંગ લડશે તેમનો જ પૂર્વ ડ્રાયવર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AAPAAPcandidateElectionDepositGujaratElections2022GujaratFirstVadodara
Next Article