Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Plane Crash : આણંદ જિલ્લાના સૌથી વધુ 33 મૃતકો પૈકી 3 લોકો સાંસદ મિતેષ પટેલના ગામના, સાંસદે આપી પ્રતિક્રિયા

ગુરુવારે બનેલ ગમખ્વાર Ahmedabad Plane Crash માં આણંદ જિલ્લાના સૌથી વધુ 33 પેસેન્જર્સના મૃત્યુ થયા હતા. જેમાંથી આણંદના સાંસદ મિતેષ પટેલ (MP Mitesh Patel) ના ગામ વાસદના 3 લોકોનો પણ સમાવેશ થાય છે. વાંચો વિગતવાર.
ahmedabad plane crash   આણંદ જિલ્લાના સૌથી વધુ 33 મૃતકો પૈકી 3 લોકો સાંસદ મિતેષ પટેલના ગામના  સાંસદે આપી પ્રતિક્રિયા
Advertisement
  • Ahmedabad Plane Crash માં આણંદ જિલ્લાના સૌથી વધુ 33 પેસેન્જર્સના મૃત્યુ થયા હતા
  • આ અકસ્માત મુદ્દે સાંસદ મિતેષ પટેલે પ્રતિક્રિયા આપી છે
  • તેમણે મૃતકોના પરિવારજનોને શક્ય તેટલી મદદની તૈયારી દર્શાવી છે
  • સાંસદ મિતેષ પટેલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીને પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે

Ahmedabad Plane Crash : એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી A-171 ફ્લાઈટ ગતરોજ અકસ્માતગ્રસ્ત થઈ હતી. આ ગમખ્વાર અક્સ્માતમાં મૃત્યુ પામેલા પેસેન્જર્સમાંથી આણંદ જિલ્લાના સૌથી વધુ 33ના મૃત્યુ થયા હતા. જેમાંથી આણંદના સાંસદ મિતેષ પટેલ (MP Mitesh Patel) ના ગામ વાસદના 3 લોકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત મુદ્દે સાંસદ મિતેષ પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ઘટનાને કમનસીબ ગણાવી અને મૃતકોના પરિવારજનોને શક્ય તેટલી મદદ કરવાની ખાતરી આપી છે.

સૌથી વધુ મૃતકો આણંદ જિલ્લાના

ગતરોજ 12મી જૂન, ગુરુવારનો દિવસ અમદાવાદ જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતના ઈતિહાસમાં કાળા ગુરુવાર તરીકે ઓળખાશે. Ahmedabad Plane Crash માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું કરુણ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત આણંદ જિલ્લાના સૌથી વધુ 33 લોકો માર્યા ગયા હતા. આ મૃતકો પૈકી 3 લોકો સાંસદ મિતેષ પટેલના ગામ વાસદના હોવાનું સામે આવ્યું છે. સાંસદ મિતેષ પટેલે આ ગમખ્વાર અકસ્માતના મૃતકોના પરિવારજનોને શક્ય તેટલી મદદ કરવાની ખાતરી આપી છે.

Advertisement

MP Mitesh Patel Gujarat First

MP Mitesh Patel Gujarat First

Advertisement

આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash: વિજય રૂપાણી પહેલા ગુજરાતના આ મુખ્યમંત્રીનું વિમાન દુર્ઘટનામાં થયું હતું મૃત્યુ

સાંસદ મિતેષ પટેલની પ્રતિક્રિયા

ભાજપના સાંસદ મિતેષ પટેલ વાસદ ગામના છે. ગતરોજ Ahmedabad Plane Crash માં આણંદ જિલ્લાના સૌથી વધુ પેસેન્જર્સ માર્યા ગયા હતા. તેમાંથી વાસદ ગામના કુલ 3 લોકો માર્યા ગયા હતા. જેમાં વાસદના રહેવાસી રજનીકાંત પટેલ અને તેમના જ પરિવારના અન્ય 2 લોકોનું આ વિમાન દુર્ઘટનામાં કરુણ મૃત્યુ થયું હતું. આ સમાચારથી આણંદના MP Mitesh Patel વ્યથિત થઈ ગયા છે. તેમણે આ ગમખ્વાર અકસ્માત મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, ગઈકાલે અમદાવાદમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના કુલ 33 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી પણ મૃત્યુ પામ્યા હતા. મૃતકોના પરિવારને હું સંવેદના પાઠવું છું. મૃતકોના પરિવારજનોને શક્ય તેટલી તમામ મદદ કરવામાં આવશે. આ માટે અમે 1 ટીમ પણ બનાવી છે. ડીએનએ ટેસ્ટિંગ અને ડેડબોડી સુપરત કરવામાં જે પણ મદદ થઈ શકશે તે તમામ મદદ અમે કરીશું.

આ પણ વાંચોઃ AHMEDABAD PLANE CRASH : બહેન સાથેનો આખરી સંવાદ યાદ કરીને ભાઇના આંસુ સુકાતા નથી

Tags :
Advertisement

.

×