ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad Plane Crash : વડોદરામાં રહેતા દંપતીનું મોત, મિત્રે કહ્યું- પ્લેનમાં બેઠા પછી..!

મૂળ આગ્રાનાં નીરજભાઈની દીકરી અને સાસુ વડોદરામાં રહે છે. નીરજભાઈ ખાનગી કંપનીમાં મેનેજર અને મેડિટેશન ટ્રેનર હતા.
08:57 PM Jun 13, 2025 IST | Vipul Sen
મૂળ આગ્રાનાં નીરજભાઈની દીકરી અને સાસુ વડોદરામાં રહે છે. નીરજભાઈ ખાનગી કંપનીમાં મેનેજર અને મેડિટેશન ટ્રેનર હતા.
Vadodara_Guajrat_first
  1. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વડોદરામાં રહેતા દંપતીનું કરુણ મોત નીપજ્યું (Ahmedabad Plane Crash)
  2. વડોદરાનાં અટલાદરામાં રહેતા નીરજભાઈ અને તેમના પત્નીનું મોત
  3. મૂળ આગ્રાના નીરજભાઈ ખાનગી કંપનીમાં મેનેજર હતા
  4. નીરજભાઈ લવાણીયાની દીકરી અને સાસુ વડોદરામાં રહે છે
  5. નીરજભાઈનાં મિત્રે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી

Ahmedabad Plane Crash : અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વડોદરામાં (Vadodara) રહેતા દંપતીનું કરૂણ મોત નીપજ્યું છે. અટલાદરા વિસ્તારમાં રહેતા નીરજભાઈ અને તેમના પત્નીનું મોત થયું છે. મૂળ આગ્રાના નીરજભાઈ ખાનગી કંપનીમાં મેનેજર હતા. તેમના દીકરી અને સાસુ વડોદરામાં રહે છે. નીરજભાઈ લવાણીયાના મિત્રે કહ્યું કે, શનિવારે જ મારા દીકરાની પાર્ટીમાં સાથે હતા. પ્લેનમાં બેઠા પછી તેમણે મને સેલ્ફી પણ મોકલી હતી.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : ગોઝારી વિમાન દુર્ઘટનાએ વીસનગરના 5 નાગરિકોનો ભોગ લીધો, સમગ્ર પંથક શોકગ્રસ્ત

વડોદરાનાં અટલાદરામાં રહેતા નીરજભાઈ અને તેમના પત્નીનું મોત

અમદાવાદની વિમાન દુર્ઘટનામાં (Ahmedabad Plane Crash) અનેક પરિવારનાં માળા વિખેરાયા છે. ત્યારે વડોદરામાં રહેતા દંપતીનું પણ કરૂણ મોત નીપજ્યું છે. માહિતી અનુસાર, એર ઇન્ડિયા (Air India) પ્લેન ક્રેશમાં વડોદરાનાં અટલાદરામાં રહેતા નીરજભાઈ લવાણીયા અને તેમના પત્ની અપર્ણા લવાણીયાનું મોત નીપજ્યું છે. મૂળ આગ્રાનાં નીરજભાઈની દીકરી અને સાસુ વડોદરામાં રહે છે. નીરજભાઈ પોતે એક ખાનગી કંપનીમાં મેનેજર અને મેડિટેશન ટ્રેનર તરીકે સેવા આપતા હતા. મૃતક નીરજ લવાણીયાના મિત્ર અમિત ગઢવી સાથે ગુજરાત ફર્સ્ટની (Gujarat First News) ટીમે વાત કરી હતી.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : વેજલપુરનાં દંપતીનું મોત, પરિવારે કહ્યું- સહાય લઈને શું કરીશું જ્યારે..!

પ્લેનમાં બેઠા પછી તેમણે મને સેલ્ફી પણ મોકલી હતી : અમિતભાઈ

મિત્રની યાદોને વાગોળતા અમિતભાઈ ગુજરાત ફર્સ્ટને જણાવ્યું કે, શનિવારે જ મારા દીકરાની પાર્ટીમાં અમે સાથે હતા. તેઓ 15 દિવસ લંડન અને પછી યુરોપ ફરવા જવાના હતા. અમિતભાઈએ વધુમાં જણાવ્યું કે, પ્લેનમાં બેઠા પછી તેમણે મને સેલ્ફી પણ મોકલી હતી. ગઈકાલે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પહોંચ્યા ત્યારે ભાઈને ફોન કરી માહિતી પણ આપી હતી. લંડન જઈએ છીએ તેમ કહ્યું હતું. જો કે, ત્યાર પછી કોઈ સંપર્ક ના થયો. માહિતી અનુસાર, DNA ટેસ્ટ માટે નીરજભાઈની દીકરીનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારને મૃતદેહ અપાશે.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : માધાપરના બ્રિટિશ સિટીઝનશીપ ધરાવતા હિરાણી રમેશ હિરજીનું કરુણ મૃત્યુ નીપજ્યું

Tags :
AhmedabadAhmedabad Airport EmergencyAhmedabad Civil HospitalAhmedabad Fire DepartmentAhmedabad Plane crashAir-IndiaAviation AlertBJ Medical CollegeDNA TestGUJARAT FIRST NEWSLondon flightNeerajbhai LavaniaPlane CrashTop Gujarati NewsVadodara
Next Article