Ajwa Fun World Joyride Case: વડોદરામાં એક રાઈડે બદલી નાખ્યું જીવન, 12 વર્ષ બાદ વિદ્યાર્થિનીને મળશે વળતર
વડોદરાના આજવા ફન વર્લ્ડ જોયરાઇડ કેસમાં 12 વર્ષ બાદ મોટો ચુકાદો આવ્યો છે. બ્રેક ડાન્સ રાઈડમાં સેફ્ટી લોક તૂટી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી જહાન્વી પરીખની તરફેણમાં ગ્રાહક કમિશને નિર્ણય કર્યો છે. તબીબી સારવાર અને અકસ્માતની અસરને ધ્યાનમાં રાખીને ફન વર્લ્ડ મેનેજમેન્ટ તથા ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપનીને સંયુક્ત રીતે ₹20 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
Advertisement
Ajwa Fun World Joyride Case: વડોદરાના આજવા ફન વર્લ્ડના જોયરાઇડ કેસમાં 12 વર્ષ બાદ મહત્વનો ચુકાદો આવ્યો છે. સપ્ટેમ્બર 2014માં બ્રેક ડાન્સ રાઈડમાંથી પડી ગયેલી વિદ્યાર્થિની જહાન્વી પરીખની તરફેણમાં ગ્રાહક કમિશને ચુકાદો આપ્યો છે. જહાન્વીને થયેલી ગંભીર ઈજાઓ અને સારવારના ખર્ચને ધ્યાનમાં રાખીને ફન વર્લ્ડ મેનેજમેન્ટ તથા ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપનીને સંયુક્ત રીતે ₹20 લાખનું વળતર ચૂકવવાનો કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

