Amul Dairy Election : 1210 મતદારની નવી યાદી જાહેર, BJP નેતાનું મોટું નિવેદન!
- અમૂલ ડેરીની ચૂંટણી માટે આખરી મતદાર યાદી જાહેર (Amul Dairy Election)
- 29 ઓગસ્ટે અમૂલ નિયામક મંડળની મુદત પૂર્ણ થાય છે
- અગાઉ મતદારોની કાચી મતદાર યાદી તૈયાર કરાઈ હતી
- આણંદના ભાજપ જિલ્લા પ્રમુખ સંજય પટેલનું નિવેદન
- ચૂંટણીમાં અમે તમામ 13 બેઠકો જીતીશું : સંજય પટેલ
Anand : અમુલ ડેરી (ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ) ની ચૂંટણીનો (Amul Dairy Election) ધમધમાટ શરૂ થયો છે. અમૂલ ડેરીની ચૂંટણી માટે આખરી મતદાર યાદી જાહેર કરાઈ છે. અગાઉ 1195 જેટલા મતદારોની કાચી યાદી (Voter List) તૈયાર કરાઈ હતી. વાંધા અને સૂચનો સાંભળ્યા બાદ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી દ્વારા હવે 1210 મતદારોની નવી યાદી જાહેર કરાઈ છે. ચૂંટણીમાં મહિલાઓ માટે 2 બેઠક અનામત રાખવામાં આવી છે આથી, પહેલી વખત નિયામક મંડળમાં મહિલાઓને સ્થાન મળશે. આણંદના ભાજપ જિલ્લા પ્રમુખ સંજય પટેલે (Sanjay Patel) તમામ બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો - Jairaj Singh Controversy : કોંગ્રેસ નેતાના આકરા પ્રહાર, કહ્યું- ઈતિહાસની જાણકારી વિના..!
1210 મતદારોની નવી મતદાર યાદી જાહેર કરાઈ
અમુલ ડેરીનાં નિયામક મંડળની (Board of Directors of Amul Dairy) 5 વર્ષની મુદત 29 ઓગસ્ટે પૂર્ણ થયા છે. ત્યારે આગામી ચૂંટણી માટે આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરાઈ છે. અગાઉ 1195 જેટલા મતદારોની કાચી મતદાર યાદી તૈયાર કરાઈ હતી. જે અંગેનાં વાંધા અને સૂચનો સાંભળ્યા બાદ હવે ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી દ્વારા 1210 મતદારોની નવી મતદાર યાદી જાહેર કરાઈ છે.
આ પણ વાંચો - ડીજીપી Vikas Sahay નો આદેશ મળતા નિર્લિપ્ત રાયની ટીમ 2 હજાર કિ.મી. દૂરથી વૉન્ટેડ આરોપી પકડી લાવી
Amul Dairy Election માં 2 બેઠકો મહિલાઓ માટે અનામત
નોંધનીય છે કે, મહિલા માટે 2 બેઠકો અનામત રખાઈ હોવાથી અમૂલમાં નિયામક મંડળમાં પહેલી વખત મહિલાઓને સ્થાન મળશે. પેટલાદ અને ઠાસરા બેઠક મહિલા ઉમેદવાર માટે અનામત રખાઈ છે. આવતીકાલે ચૂંટણી અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિધ્ધ થઈ શકે છે. બીજી તરફ ચૂંટણી પહેલા જ આણંદનાં BJP જિલ્લા પ્રમુખ સંજય પટેલે તમામ બેઠક જીતવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં અમે તમામ 13 બેઠકો જીતીશું. કોંગ્રેસને ચૂંટણીમાં એકપણ બેઠક નહીં મળે.
આ પણ વાંચો - Jairaj Singh Parmar : જયરાજસિંહ પરમાર અને મહાકાલ સેનાના પ્રમુખ વચ્ચે થયેલ વાતચીતનો ઓડિયો વાઇરલ!