Anand : અમિત શાહે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું કર્યુ ભૂમિપૂજન, દેશની પ્રથમ સહકારી યુનિ. આણંદમાં બનશે
- કેન્દ્રીય મંત્રી અમિત શાહે ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલયનું ભૂમિપૂજન કર્યુ
- દેશની પ્રથમ સહકાર યુનિવર્સિટી બનશે ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય
- આ ભૂમિપૂજન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શંકર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા
Anand : આજે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ (Amit Shah) આણંદની મુલાકાતે છે. તેમણે દેશની પ્રથમ ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલયનું ભૂમિપૂજન કર્યુ. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), શંકર ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આણંદમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. તેઓ કુલ 2 દિવસ આણંદમાં રોકાવાના છે. અમિત શાહના આગમનને લીધે સવારથી જ આણંદનું વહીવટી તંત્ર સાબદું બન્યું છે. આણંદ ભાજપ દ્વારા પણ વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે.
દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટી
આણંદમાં દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટી આકાર પામશે. આ યુનિવર્સિટીનું આજે ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રંસગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ , શંકર ચૌધરી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યમાં સ્થાનિકો અને ભાજપના વિવિધ હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આણંદમાં બનનાર સહકારી યુનિવર્સિટી દેશી પ્રથમ યુનિવર્સિટી હશે. આ યુનિવર્સિટીને અમુલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલનું નામ અપાયું છે.
સહકારીતા પંચાયત સંવાદ
આણંદના વિવિધ કાર્યક્રમો બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમદાવાદ આવવાના છે. જ્યાં સાયનસ સિટી ખાતે સહકારીતા પંચાયત સંવાદ કાર્યક્રમ યોજાશે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી સહકારી આગેવાનો, સભાસદો અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમમાં સહકારીતા પંચાયત સંદર્ભે સંવાદ કાર્યક્રમ યોજાશે.
આ પણ વાંચોઃ Rajkot : પી. ટી. જાડેજાની ધરપકડ વિરુદ્ધ ક્ષત્રિય સમાજ મેદાને, પદ્મિનીબા વાળાએ સરકાર પર કર્યા વાકપ્રહાર
ગુજરાતનું સહકારી મોડલ બન્યું મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ હંમેશા એ વાત પર ભાર મૂક્યો છે કે, મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે આત્મનિર્ભર બનાવીને જ ભારતને સંપૂર્ણ આત્મનિર્ભર બનાવી શકાય છે. ગ્રામીણ અર્થતંત્રમાં મહિલા નેતૃત્વને સશક્ત બનાવવા માટે તેમણે સહકારી મોડલને પ્રાથમિકતા આપી છે. આ વિઝનને સુદ્રઢ બનાવતાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે સહકારી ક્ષેત્રના માધ્યમથી ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ કર્યુ છે. ગુજરાતનું સહકારી મોડલ બન્યું મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ, મહિલા દૂધ મંડળીઓમાં 21%નો વધારો થયો છે જ્યારે આવક રુપિયા 9000 કરોડને પાર થઈ છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કરી આગાહી?