Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Harni Lake Kand : વડોદરા હરણી લેક દુર્ઘટના કેસમાં કોટિયા પ્રોજેક્ટને HC થી ફરી મોટો ઝટકો!

ફેબ્રુઆરી મહિનામાં હાઈકોર્ટે કોટિયા પ્રોજેક્ટને 4 હપ્તામાં મૃતકો અને ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.
harni lake kand   વડોદરા હરણી લેક દુર્ઘટના કેસમાં કોટિયા પ્રોજેક્ટને hc થી ફરી મોટો ઝટકો
Advertisement
  1. વડોદરા હરણી લેક દુર્ઘટના કેસમાં કોટિયા પ્રોજેક્ટને ઝટકો (Harni Lake Kand)
  2. વળતર ચુકવણી માટે સમય વધારાની માંગણી હાઇકોર્ટે નકારી
  3. માર્ચ, એપ્રિલ, મે અને જૂન મહિનાના 4 હપ્તામાં કરવાની હતી ચુકવણી
  4. હજું સુધી વળતરની રકમનો એક રૂપિયો પણ જમા કરાવ્યો નથી

Harni Lake Kand : વડોદરાનાં (Vadodara) હરણી લેક દુર્ઘટના કેસ અંગે મોટા સમાચાર આવ્યા છે. પીડિતોને વળતર ચુકવણી માટે વધારાનો સમય આપવાની કોટિયા પ્રોજેક્ટની (Kotia Project) માગને હાઈકોર્ટે નકારી છે. 4 હપ્તામાં કોટિયા પ્રોજેક્ટને વળતર ચૂકવવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો. જો કે, હજું સુધી વળતરની રકમનો એક રૂપિયો પણ જમા કરાવ્યો નથી. માત્ર 25% રકમ જેટલું જ વળતર ચૂકવી શકાશે તેવી કોન્ટ્રાક્ટરે રજૂઆત કરતા હાઇકોર્ટે (Gujarat High Court) તેને નકારી દીધી છે.

વળતરની ચુકવણી માટે વધુ સમયની માગને કોર્ટે ફગાવી

વડોદરામાં હરણી લેક દુર્ઘટનામાં (Vadodara Harni Lake Kand) બોટ પલટી જતાં 2 શિક્ષિકા અને 12 માસૂમોનાં મોત નીપજ્યા હતા. આ ગોઝારી ઘટનામાં જવાબદાર કોટિયા પ્રોજેક્ટને હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. માહિતી અનુસાર, પીડિતોને વળતર ચુકાવવા માટે કોટિયા પ્રોજેક્ટ દ્વારા વધુ સમયની માગ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. સાથે જ 25 ટકા જેટલી રકમ ચૂકવી શકાશે તેવી કોન્ટ્રાક્ટર દ્વારા રજૂઆત કરાઈ હતી. આ માગ અને રજૂઆતને હાઈકોર્ટે ફગાવી દીધી છે. અગાઉ હાઈકોર્ટે કોટિયા પ્રોજેક્ટને (Kotia Project) 4 હપ્તામાં વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો. માર્ચ, એપ્રિલ, મે અને જૂન મહિનાના 4 હપ્તામાં ચૂકવણીની કોર્ટે સંમતિ દર્શાવી હતી.

Advertisement

આ પણ વાંચો - Rajkot : કરિયાવરના નામે છેતરપિંડી મામલે 7 સામે ફરિયાદ, જાણો આયોજકોએ શું કહ્યું ?

Advertisement

હાઈકોર્ટનાં હુકમ છતાં હજું સુધી વળતરની ચૂકવણી કરી નથી

જો કે, ફેબ્રુઆરી મહિનામાં હાઈકોર્ટનાં (Gujarat High Court) હુકમ છતાં અને બાંહેધરી આપ્યા બાદ પણ હજું સુધી વળતરની રકમનો એક રૂપિયો પણ જમા કરાવ્યો નથી. પીડિતોને વળતર માટે કલેક્ટર કચેરીએ ધક્કા ખાવાની ફરજ પડતી હોવાનું સરકારે કોર્ટમાં જણાવ્યું હતું. જણાવી દઈએ કે, ફેબ્રુઆરી મહિનામાં હાઈકોર્ટે કોટિયા પ્રોજેક્ટને 4 હપ્તામાં મૃતકો અને ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. 25% નો પહેલો હપ્તો વડોદરા જિલ્લા કલેક્ટર (Vadodara District Collector) સમક્ષ 31 માર્ચ સુધીમાં જમા કરાવવાનો હતો. ત્યારબાદનાં ત્રણ હપ્તા એક-એક મહિનાનાં અંતરમાં કલેક્ટર સમક્ષ જમા કરાવવાના હતા. સંપૂર્ણ રકમ જમા થયા બાદ જિલ્લા કલેક્ટરે મૃતકો અને ઇજાગ્રસ્તોને વળતરની રકમ ચૂકવી આપવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ પણ વાંચો - અમરેલીમાં મદરેસા પર ચાલ્યું તંત્રનું બુલડોઝર

'ભાગીદારોની આંતરિક તકરાર એ કોર્ટનો વિષય નહીં'

આ સાથે કોન્ટ્રાક્ટરે અંદાજે એક કરોડ રૂપિયા દર મહિને જમા કરાવવાના રહેશે એવો નામદાર કોર્ટે હુકમ હતો. ભાગીદારોની આંતરિક તકરાર એ કોર્ટનો વિષય નહીં હોવાનું કોર્ટનું અવલોકન હતું. મોટર વ્હીકલ એક્ટની જોગવાઈ પ્રમાણે નક્કી કરાયેલ વળતર પ્રાથમિક રીતે સંપૂર્ણ વ્યાજબી હોવાનું પણ કોર્ટે અવલોકન કર્યું હતું. ઉપરાંત, જીવ ગુમાવનાર દરેક બાળકની ક્ષમતા નાણાકીય રકમથી નક્કી થઈ શકે નહીં તેવું પણ કોર્ટનું પ્રાથમિક અવલોકન હતું. મૃતક શિક્ષકનાં પરિવારજનો અને બાળકોને ધ્યાને લેતા તેમના પૂરતું વળતર પણ વ્યાજબી હોવાનું પ્રાથમિક તારણ હતું. આ હુકમનું પાલન નહીં કરીને કોર્ટનાં જ હુકમનાં પુનરાવલોકન માટેની અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે.

આ પણ વાંચો - Ahmedabad CP ઑફિસમાં IPS જેવો વટ ધરાવતા 'સાહેબ' ઘર ભેગા, શહેર પોલીસ આનંદો

Tags :
Advertisement

.

×