Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

વડોદરામાં આપ નેતા અરવિંદ કેજરીવાલ, 2027 ની ચૂંટણીને લઈ ભર્યો હુંકાર! હરણી બોટ દુર્ઘટનાનાં પીડિતોને મળ્યા

આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતની મુલાકાતે છે. દરમિયાન, આજે તેમણે વડોદરાની મુલાકાત લીધી. વડોદરામાં બૂથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી સંબોધન આપ્યું હતું. સંબોધનમાં તેમણે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને દાવો કર્યો હતો કે 2027 ની ચૂંટણીમાં ભાજપ જશે અને ગુજરાતમાં લોકોની સરકાર આવશે.
વડોદરામાં આપ નેતા અરવિંદ કેજરીવાલ  2027 ની ચૂંટણીને લઈ ભર્યો હુંકાર  હરણી બોટ દુર્ઘટનાનાં પીડિતોને મળ્યા
Advertisement
  1. આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે
  2. આજે વડોદરામાં બૂથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા
  3. WeePreside સરવેના ડેટા સાથે કર્યો દાવો- 'ગુજરાતમાં કોંગ્રેસને પછાડી આપ બીજી પાર્ટી બની'
  4. આપને ગુજરાતમાં દરેક સમાજનું સમર્થનઃ અરવિંદ કેજરીવાલ
  5. હરણી બોટકાંડનાં પીડિતો સાથે કરી મુલાકાત, ન્યાય મળે તે દિશામાં કામ કરવાનું આપ્યું આશ્વાસન

આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતની મુલાકાતે છે. દરમિયાન, આજે તેમણે વડોદરાની મુલાકાત લીધી. વડોદરામાં બૂથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી સંબોધન આપ્યું હતું. સંબોધનમાં તેમણે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને દાવો કર્યો હતો કે 2027 ની ચૂંટણીમાં ભાજપ જશે અને ગુજરાતમાં લોકોની સરકાર આવશે. તેમણે કહ્યું કે, આજે સંપૂર્ણ ગુજરાત ભાજપ વિરુદ્ધ છે. આ સાથે થર્ટ પાર્ટી એજન્સી WeePreside સરવેના ડેટા સાથે દાવો કરતા કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસને પછાડી આપ બીજી પાર્ટી બની છે. ઉપરાંત, તેમણે બે વર્ષ પહેલા વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બાળકોનાં માતા-પિતા સાથે પણ મુલાકાત કરી હતી. પીડિતોએ પોતાની વેદના અરવિંદ કેજરીવાલ સમક્ષ રજૂ કરી હતી.

2027 ની ચૂંટણી ગુજરાતીઓનાં સન્માનની લડાઈ છે : અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસ દરમિયાન વડોદરા પહોંચ્યા હતા. અહીં, તેમણે બૂથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી હતી અને પોતાના સંબોધનમાં રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, 2027 ની ચૂંટણીમાં ભાજપ જશે અને ગુજરાતમાં લોકોની સરકાર આવશે. આજે સંપૂર્ણ ગુજરાત ભાજપ વિરુદ્ધ છે. આ સાથે તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસ મળીને સરકારી કોન્ટ્રાક્ટ લે છે અને ગુજરાતને લૂંટી રહ્યા છે. તેમણે કહ્યું કે, 2027 ની ચૂંટણી ગુજરાતીઓનાં સન્માનની લડાઈ છે. તેમણે દાવો કર્યો કે, આમ આદમી પાર્ટીને સંપૂર્ણ ગુજરાતમાંથી દરેક સમાજ તરફથી સમર્થન મળી રહ્યું છે.

Advertisement

Advertisement

"BJPને 50 ટકા અને AAPને 24 ટકા મત મળ્યા હતા"

આપ નેતા અરવિંદ કેજરીવાલે WeePreside નામની એજન્સી દ્વારા કરવામાં આવેલા સરવેના ડેટાને સાથે રાખી દાવો કર્યો કે, ગુજરાતમાં હાલ ભાજપની સરકાર છે. પરંતુ, બીજી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી બની છે. આમ આદમી પાર્ટીએ રાજ્યમાં કોંગ્રેસને મહાત આપી છે. સરવે અનુસાર, ચૂંટણીમાં ભાજપનો વોટ શેર લગભગ 50%, આપનો વોટ શેર 25 % જ્યારે કોંગ્રેસ 17 % નાં વોટ શેર સાથે ત્રીજા નંબરે છે. હવે, ગુજરાતમાં આપ vs કોંગ્રેસ vs ભાજપની લડાઈ જોવા મળશે.

હરણી બોટકાંડનાં પીડિતો સાથે કરી મુલાકાત

બે વર્ષ પહેલા વડોદરામાં હરણી બોટ કાંડમાં નાના માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો હતો. આજદિન સુધી માસૂમ બાળકોનાં માતા-પિતા ન્યાય માટે વલખા મારી રહ્યા છે, ત્યારે રાજ્યમાં વિપક્ષ તરીકે ઉભરી આવતી આમ આદમી પાર્ટી પીડિતોનાં પડખે ઊભી હોય તેમ આપનાં રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હરણી બોટ દુર્ઘટનાનાં પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. અરવિંદ કેજરીવાલે પોતાના નાના ભૂલકાઓને ગુમાવનાર પરિવારની વેદના સાંભળી હતી. અરવિંદ કેજરીવાલે પરિવારને ન્યાય મળે તે માટે આશ્વાસન આપ્યું હતું. આ તકે પીડિત પરિવારે જણાવ્યું હતું કે, નાની બાળકીની માતાએ એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી સમક્ષ ન્યાયની માંગ કરી હતી, ત્યારે તેમને કાર્યક્રમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર પછી વડોદરામાં ભાજપનાં કોઇ મોટા નેતા આવે તો આ પરિવારને નજર કેદ રાખવામાં આવે છે તેઓ પણ વાત કહી હતી.

આ પણ વાંચો - Patan: 'પાઘડીની લાજ' સંમેલન, Love Marriage સામે 3 હજારથી વધુ પાટીદાર મહિલાઓ મેદાને

Advertisement

.

×