Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

BJP Candidate List: નર્મદા અને વડોદરામાં ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપમાં ભૂકંપ

BJP Candidate List: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections) ને લઈ નર્મદા (Narmada) અને વડોદરા (Vadodara) જિલ્લામાં ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ નર્મદા જિલ્લા પંચાયતની તમામ 21 બેઠકો માટે ઉમેદવારોની સત્તાવાર સૂચી જાહેર કરી દીધી છે. જ્યારે વડોદરા (Vadodara) જિલ્લા પંચાયતની 34 બેઠકો પર ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરતાની સાથે જ રાજકીય માહોલ ગરમાયો છે.
bjp candidate list  નર્મદા અને વડોદરામાં ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપમાં ભૂકંપ
Advertisement
  • નર્મદા (Narmada) અને વડોદરા (Vadodara) જિલ્લામાં ભાજપના ઉમેદવારોની યાદી (BJP Candidate List) જાહેર
  • વડોદરા ભાજપમાં યાદી જાહેર થતા જ વિરોધનો વંટોળ
  • નર્મદામાં 21 જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતના ઉમેદવારો નક્કી
  • બે દિવસમાં બે વાર પક્ષ બદલનારના પત્નીને સોખડાથી ટિકિટ

BJP Candidate List: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections) ને લઈ નર્મદા (Narmada) અને વડોદરા (Vadodara) જિલ્લામાં ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ નર્મદા જિલ્લા પંચાયતની તમામ 21 બેઠકો માટે ઉમેદવારોની સત્તાવાર સૂચી જાહેર કરી દીધી છે. જ્યારે વડોદરા (Vadodara) જિલ્લા પંચાયતની 34 બેઠકો પર ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરતાની સાથે જ રાજકીય માહોલ ગરમાયો છે.

નર્મદા (Narmada) જિલ્લામાં ભાજપના ઉમેદવારોની યાદી (BJP Candidate List) જાહેર

નર્મદા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં વડીયા બેઠક પર વિવાદના કારણે હાલમાં એક બેઠક બાકી રાખી 22 પૈકી 21 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. આ યાદીમાં પક્ષે કડક નિયમોનું પાલન કરીને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, મંજીભાઈ વસાવા અને કિરણ વસાવા જેવા દિગ્ગજ અગ્રણી નેતાઓની ટિકિટ કાપી નાખી છે અને તેમના સ્થાને તમામ નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે.

Advertisement

Advertisement

કોને મળી ટિકિટ ?

જાહેર કરાયેલા ઉમેદવારોમાં અગરમાં પંકજભાઈ ભીલ, આંબાવાડીમાં અશ્વિનભાઈ વસાવા, આમલેથામાં રશ્મિતાબેન વસાવા, ભદામમાં ચંદ્રિકાબેન વસાવા, ચીકદામાં અંબાબેન વસાવા, દેડીયાપાડા-1 માં રીતેશકુમાર વસાવા, દેડીયાપાડા-2 માં મુક્તિબેન વસાવા, દેવલીયામાં જગદીશભાઈ બારીયા, ગરૂડેશ્વરમાં વિક્રમભાઇ તડવી, જાવલીમાં વીનેશ વલવી, કેવડીયામાં રેખાબેન તડવી, ખડગદામાં પદમબાબુ તડવી, ખોપીમાં ગણેશભાઈ વસાવા, મંડાળામાં સંજયકુમાર વસાવા, મોરજડીમાં કાશીબેન વસાવા, નધાતપોરમાં મીનાબેન તડવી, પ્રતાપનગરમાં વંદનાબેન વસાવા, સાગબારામાં મીનાક્ષીબેન વસાવા, સામોટમાં પાર્વતીબેન વસાવા, સેલંબામાં રશ્મિકાબેન વસાવા અને તિલકવાડા બેઠક પર તેજલબેન બારીયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

વડોદરામાં યાદી જાહેર થતા જ ભડકો

વડોદરા (Vadodara) જિલ્લા પંચાયતની 34 બેઠકો પર ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરતાની સાથે જ રાજકીય માહોલ ગરમાયો છે. પોર બેઠક પર અંકિતા પરમારને ટિકિટ અપાતા સ્થાનિક સ્તરે વિરોધ (Protest) શરૂ થયો છે. અહીં ટિકિટ વંચિત રહેલા નયનાબેન પરમારે હવે અપક્ષ (Independent) ઉમેદવારી નોંધાવવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ, સોખડા બેઠક પરથી માત્ર બે દિવસમાં બે વાર પક્ષ પલટો કરનાર કિરણ રાઠોડના પત્ની હેમા રાઠોડને ટિકિટ અપાતા કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો છે.

દિગ્ગજોના પત્તા કપાયા,વારસદારોને મળી લોટરી

વડોદરામાં ભાજપે અનેક મોટા માથાઓની ટિકિટ કાપી (Dropped) છે, જેમાં કારોબારી ચેરમેન નિલેશ પુરાણ અને જિલ્લા પંચાયત પ્રમુખનો સમાવેશ થાય છે. પ્રમુખની ટિકિટ કપાતા હવે આકાશસિંહ પરમારને મોકો આપવામાં આવ્યો છે. બીજી તરફ, સગાવાદનો પ્રભાવ પણ જોવા મળ્યો છે; જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન વકીલના પુત્ર હર્ષિલ પટેલને પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત અનગઢ બેઠક પરથી બિરેન પટેલ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.

આ પણ વાંચો:  Chhota Udepur BJP candidates: ભાજપે તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારી ખેલ્યો માસ્ટરસ્ટ્રોક, જુઓ યાદી

Tags :
Advertisement

.

×