Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara : એક મહિના પછી દુપટ્ટો બદલવા મામલે હોબાળો, ગ્રાહકના સંબંધીઓએ દુકાનદાર પર કર્યો જીવલેણ હુમલો

Vadodara : વડોદરા (Vadodara) શહેરમાં નજીવી બાબતે હિંસક વળાંક લેવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના એક સ્થાનિક બજારમાં દુપટ્ટો બદલવા (Duppata Exchange Dispute) જેવી સામાન્ય બાબતમાં વિવાદ એટલો વકર્યો કે ગ્રાહક મહિલાના પરિવારજનોએ દુકાનદાર પર લાકડીઓ વડે હુમલો (Assault on Shopkeeper) કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
vadodara   એક મહિના પછી દુપટ્ટો બદલવા મામલે હોબાળો  ગ્રાહકના સંબંધીઓએ દુકાનદાર પર કર્યો જીવલેણ હુમલો
Advertisement
  •  વડોદરા (Vadodara) માં દુપટ્ટો બદલવા મામલે (Duppata Exchange Dispute) દુકાનદાર પર હુમલો
  • દુપટ્ટા બદલવાના વિવાદમાં વડોદરામાં દુકાનદારને માર માર્યો
  • એક મહિના પછી ગ્રાહક દુપટ્ટો બદલવા આવતાં થઈ મારામારી
  • હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

Vadodara : વડોદરા (Vadodara) શહેરમાં નજીવી બાબતે હિંસક વળાંક લેવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના એક સ્થાનિક બજારમાં દુપટ્ટો બદલવા (Duppata Exchange Dispute) જેવી સામાન્ય બાબતમાં વિવાદ એટલો વકર્યો કે ગ્રાહક મહિલાના પરિવારજનોએ દુકાનદાર પર લાકડીઓ વડે હુમલો (Assault on Shopkeeper) કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

 વડોદરા (Vadodara) માં દુપટ્ટો બદલવા મામલે (Duppata Exchange Dispute) દુકાનદાર પર હુમલો

મળતી માહિતી મુજબ, એક મહિલા ગ્રાહક આશરે એક મહિના પહેલા ખરીદેલું દુપટ્ટો બદલવા માટે દુકાને આવી હતી. દુકાનદારે વિનમ્રતાપૂર્વક જણાવ્યું કે એક્સચેન્જ માટેની નક્કી કરેલી સમય મર્યાદા (Time Limit) પૂર્ણ થઈ ગઈ હોવાથી વસ્તુ બદલી શકાય તેમ નથી. આ વાત સાંભળતા જ મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને ફોન કરીને પોતાના પતિ તથા અન્ય સંબંધીઓને સ્થળ પર બોલાવી લીધા હતા.

Advertisement

vadodara-shopkeeper-attack-dupatta-exchange-dispute-Gujarat first

Advertisement

ટોળા દ્વારા લાઠીચાર્જ અને ઈજા

થોડી જ વારમાં 3 થી 4 શખ્સો દુકાને ધસી આવ્યા હતા અને ગાળાગાળી કરી દુકાનદાર સાથે ઝપાઝપી શરૂ કરી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ દુકાનદાર પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો, જેમાં દુકાનદારને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ હિંસક દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે કાયદો હાથમાં લેવામાં આવ્યો હતો.

vadodara-shopkeeper-attack-dupatta-exchange-dispute-Gujarat first

સ્થાનિક કોર્પોરેટરની રજૂઆત

ઘટનાની જાણ થતા જ સ્થાનિક કોર્પોરેટર (Local Corporator) તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે વેપારીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ (High-ranking Police Officers) સમક્ષ રજૂઆત કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ પોલીસ આ મામલે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :  Rajkot માં ધુળેટીને લઈને કડક નિયમો, જાહેરમાં રંગ ઉડાડશો તો જેલની હવા ખાવી પડશે, જાણો પોલીસનું ખાસ પ્લાનિંગ

Tags :
Advertisement

.

×