Vadodara: “તમારું પાર્સલ છે, સહી કરો” કહી વૃદ્ધની ચેન ખેંચી ભાગ્યો ડિલિવરી બોય! ઘટના CCTVમાં કેદ
- વડોદરામાં (Vadodara) ડિલિવરી બોય બની ચેન સ્નેચિંગ કરી
- “પાર્સલ છે, સહી કરો” કહી ચેન ખેંચી લીધી
- અકોટા વિસ્તારમાં વૃદ્ધને લૂંટી લૂટારું થયો ફરાર
- ચેન સ્નેચિંગની ઘટના CCTVમાં કેદ
- અકોટા પોલીસે તપાસ શરૂ કરી
વડોદરા (Vadodara) શહેરમાં ચેઇન સ્નેચિંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરામાં ડિલિવરી બોય બની ચેન સ્નેચિંગ કરી છે. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ડિલિવરી બોયના કપડા પહેરીને એક્ટિવા પર આવેલા એક ઈસમે વૃદ્ધને લૂંટીને ફરાર થઈ ગયો છે. આ ઘટના રાધાકૃષ્ણ સોસાયટીમાં બની હતી, જ્યાં વૃદ્ધ હસમુખ જયરામ પટેલ શિકાર બન્યા.આરોપીએ "તમારું પાર્સલ છે, સહી કરી દો" કહીને વૃદ્ધને ગેરમાર્ગે દોર્યા. જ્યારે વૃદ્ધે પાર્સલ લેવા હાથ આગળ કર્યો, ત્યારે આરોપીએ તેમની ગળામાં પહેરેલી સોનાની ચેન ઝડપથી ખેંચી લીધી અને એક્ટિવા પર બેસીને નાસી છૂટ્યો હતો.
વડોદરામાં (Vadodara) ડિલિવરી બોય બની ચેન સ્નેચિંગ કરી
ચેન સ્નેચિંગની આ આખી ઘટના સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં આરોપીનો ચહેરો અને વાહન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.ઘટના બાદ વૃદ્ધ હસમુખ પટેલે પાર્સલ ખોલ્યું તો અંદરથી બુંદીના લાડુ નીકળ્યા. આરોપીએ આ બુંદીનું પાર્સલ બહાના તરીકે વાપરીને વિશ્વાસ મેળવ્યો હતો. આ ઘટનાથી વૃદ્ધ આઘાતમાં છે અને તેમની ચેનની કિંમત લાખોમાં હોવાનું અનુમાન છે.
અકોટા પોલીસે તપાસ શરૂ કરી
આ બનાવની જાણ થતાં જ અકોટા પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાએ શહેરમાં ડિલિવરી બોયના વેશમાં થતી લૂંટની ઘટનાઓ પર ચિંતા વધારી છે.નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે અજાણ્યા પાર્સલ કે ડિલિવરી વિશે સાવધાન રહે અને તરત જ પોલીસને જાણ કરે. આવી ઘટનાઓથી બચવા માટે ઘરે એકલા હોય ત્યારે દરવાજો ખોલતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે.
આ પણ વાંચો: Banaskantha માં ઠાકોર સમાજનું ઐતિહાસિક મહાસંમેલન, એવું શું થશે જે સમાજને બદલી નાખશે!


