Chaitri Navratri 2026: માં મહાકાળીના દર્શનના સમયમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
Mahakali Temple: ચૈત્રી નવરાત્રિ (Chaitri Navratri) નિમિત્તે પાવાગઢ (Pavagadh) ખાતે લાખો ભક્તો ઉમટશે, જેના માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ છે. એસ.ટી. વિભાગ (ST Department) દ્વારા 60 વધારાની બસો અને પ્રથમવાર UPI પેમેન્ટની સુવિધા શરૂ કરાઈ છે. સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, મંદિરના સમયમાં ફેરફાર અને ભક્તો માટે ભોજન-પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.
Advertisement
- આવતીકાલથી આદ્યશક્તિના પર્વ Chaitri Navratri નો પ્રારંભ
- ST વિભાગ દ્વારા રાઉન્ડ ધ ક્લોક 60 જેટલી બસો કાર્યરત કરાઇ
- મુસાફરો માટે પ્રથમવાર UPI પેમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ
- ભક્તોને પ્રસાદ અને ભોજનમાં કોઇ અગવડ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ સજ્જ
- ભીડને ધ્યાને લઈ આરતી અને દર્શનના સમયમાં પણ જરૂરી ફેરફાર
- સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને પાર્કિંગ માટે ખાસ વ્યવસ્થા
Chaitri Navratri 2026: આવતીકાલથી આદ્યશક્તિની આરાધનાના પવિત્ર પર્વ ચૈત્રી નવરાત્રિ (Chaitri Navratri) નો પ્રારંભ થઈ રહ્યો છે. આ અવસરે પંચમહાલ (Panchmahal) જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન માં મહાકાળી (Ma Mahakali) ના દર્શનાર્થે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતા છે. આ ભીડને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર (Administrative System) અને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ (Shree Kalika Mataji Temple Trust) દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.

