Vadodara News: સુલેમાની પથ્થરના નામે છેતરપિંડીનો ખેલ, કરોડોની ઠગાઈનો પ્રયાસ કરનાર 3 શખ્સ પકડાયા
vadodara માં 'સુલેમાની પથ્થર' રાખવાથી શરીર પર હથિયારની અસર ન થવાની અંધશ્રદ્ધાળુ લાલચ આપી 20 કરોડની ઠગાઈનો પ્રયાસ કરતી ટોળકીનો કપુરાઈ પોલીસે પર્દાફાશ કર્યો છે. આરોપીઓ ડેમો બતાવી પૈસા પડાવતા હતા અને ના પાડનારને ધમકાવતા હતા. બાતમીના આધારે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાળો પથ્થર તથા અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે નાગરિકોને આવી ટોળકીથી સાવધ રહેવા જણાવ્યું છે.
Advertisement
vadodara Fraud Case: વડોદરા શહેરમાં અંધશ્રદ્ધાનો લાભ લઈને લોકો સાથે ઠગાઈ કરતી એક ચોંકાવનારી ટોળકીનો કપુરાઈ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ટોળકી દ્વારા 'સુલેમાની પથ્થર' (Suleimani Stone') નામે એક સામાન્ય પથ્થરને ચમત્કારી ગણાવીને સામાન્ય નાગરિકો પાસેથી લાખો રૂપિયા પડાવવા કારસો રચ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસની સતર્કતાને કારણે આ ટોળકીના 3 શખ્સ પકડાઈ ગયા છે, જેઓ આ પથ્થરને 20 કરોડ રૂપિયામાં વેચવાનો મોટો સોદો કરી રહ્યા હતા.

