Chhota Udepur : વર્ષો બાદ પ્રથમ વખત આદિવાસી સમાજ માટે રૂ. 1 લઇ સમૂહ લગ્નઉત્સવ ઉજવાયો
- સખી દાતાઓ દ્વારા ગણાતું મહાદાન એવા રક્ત દાનનું પણ આયોજન
- ઈકોયુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશીયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરની પહેલ
- ચમચીથી લઈને બેડ, સોફા તિજોરી સહિતની ઘરવખરીની તમામ વસ્તુઓની ભેટ અપાઇ
Chhota Udepur : છોટાઉદેપુર જિલ્લામાં વર્ષો બાદ પ્રથમ વખત આદિવાસી સમાજ માટેનો લગ્ન ઉત્સવ જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચુલી ગામ ખાતે સ્વામિનારાયણ મંદિર પાસે યોજવામાં આવ્યો હતો. જેમાં છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ જિલ્લાના 11 યુગલો એ ભાગ લઈ પ્રભુતામાં પગલાં પાડયાં હતા. સમૂહ લગ્ન કરવા પાછળનો ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ હાલમાં લગ્નોત્સવોમાં ચાલી રહેલી દેખાદેખી હરિફાઈ યુગને ડામવા માટે અને વર્ષોથી ચાલતી આવતી ડી.જે, વ્યસન અને દહેજની પ્રથાથી સમાજને બચાવવા માટે અને લગ્નોમાં થતા ખર્ચાઓ ઉપર અંકુશ મેળવવા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
સખી દાતાઓ દ્વારા ગણાતું મહાદાન એવા રક્ત દાનનું પણ આયોજન
આદિવાસી સમાજ માટે કરેલા સરાહનીય કાર્યથી પ્રભાવિત થઈ ઉપસ્થિત મહાનુભોએ ટ્રસ્ટના હોદ્દેદારોને અભિનંદન પાઠવી પોતપોતાની રીતે યથા યોગ્ય રોકડ સહાય આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. યોજાયેલા સમૂહ લગ્નમાં ભાગ લેનાર યુગલોની લગ્નની વિધિ ચાલતી પરંપરા મુજબ કરવામાં આવી હતી. લગ્ન જીવનમાં ડગ માંડવા જતા દુલ્હા અને દુલ્હનના ચેહરાઓ સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા. સદર કાર્યક્રમની સાથે સખી દાતાઓ દ્વારા ગણાતું મહાદાન એવા રક્ત દાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારનાં આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા, સાથે છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા, છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ વિપક્ષી નેતા સુખરામ ભાઈ રાઠવા, પૂર્વ સાંસદ રામસિંહ ભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઇ રાઠવા, પૂર્વ ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, છોટાઉદેપુર એપીએમસી ચેરમેન મુકેશ પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાન ભાઇ રાઠવા, છોટાઉદેપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ લગામી,પાવીજેતપુર તાલુકા પ્રમુખ મુકેશભાઇ રાઠવા સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
ઈકોયુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશીયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરની પહેલ
આદિવાસી રીતરિવાજ મુજબ આયોજિત સમુહલગ્નમાં એવા જોડાઓ હતા કે કોઈના માતા નથી તો કોઈના પિતા નથી અથવા માતા પિતા બંને નથી કેટલાક આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા લગ્ન માટે જોડાયેલા વર કન્યા ખુશ અને પ્રફુલ્લિત થઇ લગ્ન સમારોહમાં જોડાઇ સંસાર જીવનમાં પગલાં માંડ્યાં હતાં. સમુહલગ્ન મહોત્સવમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી ડો.કુબેર ભાઇ ડિંડોરે લગ્ન સંબંધે જોડાનાર તમામ નવદંપતીઓને આશિર્વચન પાઠવ્યા હતા. અને છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત સમુહલગ્નનું આયોજન કરનાર ઈકોયુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશીયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરની પહેલને બિરદાવી સરાહના કરી હતી.
ચમચીથી લઈને બેડ, સોફા તિજોરી સહિતની ઘરવખરીની તમામ વસ્તુઓની ભેટ અપાઇ
ફક્ત એક રૂપિયો ટોકન દ્વારા ઈકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશીયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા પહેલી વખત આયોજિત કરવામાં આવેલ સમુહલગ્ન મહોત્સવમાં જોડા દીઠ ચમચીથી લઈને બેડ, સોફા તિજોરી સહિતની ઘરવખરીની તમામ વસ્તુઓની ભેટ સોગાત ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી. ઉપરાંત ચૂલી ગામનાં વતની અને આરએફઓ છોટાઉદેપુર નિરંજન ભાઇ રાઠવા દ્વારા બનાવવામાં આવેલ મા પ્રક્રુતિ જન કલ્યાણ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન પણ શિક્ષણ મંત્રી કુબેર ભાઇ ડિંડોરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઈકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશીયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ ગોપાલભાઈ રાઠવા સહિત નિરંજનભાઈ રાઠવા, વાલસિગભાઈ રાઠવા, મનુભાઈ રાઠવા, શનિયાભાઈ રાઠવા, વિનોદભાઈ રાઠવા વનાર, સંજયભાઈ વસાવા, મણીલાલભાઈ કોલચા ઉપરાંત સ્થાનિક રતિલાલભાઈ રાઠવા વિઠ્ઠલભાઈ રાઠવા આરએફઓ સહિતની ટીમ તનતોડ મહેનત કરી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


