Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Chhotaudepur: માનસિક અસ્વસ્થ યુવતી પર દુષ્કર્મ! ડુંગરાળ વિસ્તારમાંથી આવી હાલતમાં મળી!

છોટાઉદેપુરના નસવાડીમાં (Naswadi) માનસિક અસ્વસ્થ યુવતી પર દુષ્કર્મની ઘટનાથી પંથકમાં આક્રોશ છે. ડુંગરાળ વિસ્તારમાં ગંભીર હાલતમાં મળી આવેલી યુવતી હાલ વડોદરા (Vadodara) સારવાર હેઠળ છે. પરિવારે સામૂહિક દુષ્કર્મનો આક્ષેપ કર્યો છે. પોલીસે એકની ધરપકડ કરી છે, જ્યારે ગ્રામજનોએ પોલીસ સ્ટેશન પહોંચી કડક સજાની માંગ સાથે આવેદન આપ્યું છે.
chhotaudepur  માનસિક અસ્વસ્થ યુવતી પર દુષ્કર્મ  ડુંગરાળ વિસ્તારમાંથી આવી હાલતમાં મળી
Advertisement
  • Chhotaudepur: માનસિક અસ્વસ્થ યુવતી પર હેવાનિયત
  • ડુંગરાળ વિસ્તારમાં નિર્વસ્ત્ર હાલતમાં મળી પીડિતા
  • હાલત ગંભીર જણાતા સારવાર માટે વડોદરા ખસેડાઈ

Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી (Naswadi) તાલુકાના એક અંતરિયાળ ગામમાં માનવતાને લાંછન લગાડતી ઘટના પ્રકાશમાં આવી છે. એક માનસિક રીતે અસ્વસ્થ (Mentally Unstable) યુવતી પર દુષ્કર્મ (Rape) આચરવામાં આવ્યું હોવાની ઘટનાને પગલે સમગ્ર આદિવાસી પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલમાં યુવતીની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેને વધુ સારવાર અર્થે વડોદરા (Vadodara) ખસેડવામાં આવી છે.

Chhotaudepur: ડુંગર વિસ્તારમાં નિર્વસ્ત્ર હાલતમાં મળી યુવતી

પ્રાપ્ત માહિતી અનુસાર નસવાડી (Naswadi) તાલુકાના એક ગામના ડુંગરાળ વિસ્તારમાં એક મહિલા પડી હોવાની જાણકારી ગામના મહિલા સરપંચ (Female Sarpanch) અને તેમના પતિને મળી હતી. આ માહિતી મળતા જ તેઓ ગ્રામજનો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં જઈને જોયું તો એક યુવતી અત્યંત દયનીય અને નિર્વસ્ત્ર હાલતમાં પડી હતી. તે પાણી માટે તરફડિયાં મારી રહી હતી. જ્યારે મહિલા સરપંચ અને તેમના પતિ નજીક ગયા, ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા, કારણ કે તે પીડિત યુવતી તેમની જ સગી બહેન હતી. પોતાની બહેનને આ હાલતમાં જોઈ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

Advertisement

Chhotaudepur: ગંભીર ઇજાઓ અને સારવારની પ્રક્રિયા

પીડિત યુવતીના શરીર પર ઇજાના નિશાન જોવા મળ્યા હતા અને તે અત્યંત પીડામાં હતી. તેને તાત્કાલિક સારવાર માટે નસવાડી (Naswadi) સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે, તેની તબિયત લથડતા તેને રાજપીપળા (Rajpipla) રિફર કરવામાં આવી હતી. રાજપીપળાના તબીબોએ પણ યુવતીની હાલત ગંભીર ગણાવી વધુ સારી સારવાર માટે તેને તાત્કાલિક વડોદરા (Vadodara) સ્થિત હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી હતી, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

Advertisement

સામૂહિક દુષ્કર્મનો આક્ષેપ અને પોલીસ તપાસ

આ મામલે પીડિતાના ભાઈએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, તેની બહેન પર એક વ્યક્તિ નહીં પરંતુ એકથી વધુ વ્યક્તિઓએ સામૂહિક દુષ્કર્મ (Gang Rape) આચર્યું છે. પીડિતાના પરિવારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે. નસવાડી પોલીસે (Naswadi Police) આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા એક શંકાસ્પદ આરોપીની અટકાયત (Detained) કરી છે અને તેની કડક પૂછપરછ હાથ ધરી છે. જોકે, પરિવારના આક્ષેપોને ધ્યાને રાખી પોલીસ અન્ય આરોપીઓની સંડોવણી અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

પોલીસ સ્ટેશનનો ઘેરાવો અને જનતાનો આક્રોશ

આ શરમજનક ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં ફેલાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના લોકો નસવાડી પોલીસ સ્ટેશન (Naswadi Police Station) ખાતે ઉમટી પડ્યા હતા. લોકોએ પોલીસ સ્ટેશનના પટાંગણમાં બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને તમામ દોષિતોને વહેલી તકે પકડી કડક સજા કરવાની માંગ કરી હતી. પરિસ્થિતિને જોતા પોલીસે ગ્રામજનોને સમજાવ્યા હતા અને ખાતરી આપી હતી કે કાયદેસરની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Dahod: કૂવામાં માસૂમ ભાઈ-બહેનની લાશ તરતી દેખાઈ, પરિવારનું હૈફાટ રુદન!

આ પણ વાંચોઃ Junagadh: Kirti Patel ની સાથી Divya Savlani ની હોસ્પિટલમાંથી અટકાયત

અહેવાલઃ સલમાણ મેમણ

Tags :
Advertisement

.

×