Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Chhota Udaipur ના ખેડૂતે પ્રાકૃતિક ખેતી થકી સારી ઉપજ મેળવી

ખેડૂતનું માનવું છે કે, ઘનજીવામૃતએ પોતાના ખેતરમાં નાખવામાં આવે તો, યુરિયા કે કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરની જરૂર પડતી નથી, અને જમીન પણ ફળદ્રુપ રહે છે, જેના કારણે રાસાયણિક ખાતરનો ખર્ચ પણ તેમનો બચ્યો છે, અને એનાથી ઉત્પાદનમાં પણ વધારો થયો છે, સાથે જ બન્ને ખેડૂતો તેનું વેચાણ કરી સારી આવક મેળવી રહ્યા છે
chhota udaipur ના ખેડૂતે પ્રાકૃતિક ખેતી થકી સારી ઉપજ મેળવી
Advertisement
  • રાસાયણિક ખાતર છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી
  • સમસીંગ રાઠવા અને વિનોદભાઈની પ્રેરણાદાયી કહાની
  • જીવામૃતથી જમીન ફળદ્રુપ, ઉત્પાદનમાં વધારો
  • તાલીમ લઈને શરૂ કરી પ્રાકૃતિક ખેતી
  • સરકારી સહાયથી ખેડૂતોને પ્રોત્સાહન

Chhota Udaipur : આજના સમયમાં રાસાયણિક ખાતર જમીનની ફળદ્રુપતા ઘટાડી રહ્યું છે, જેથી જમીનનું જળસ્તર નીચું ઉતરી જવા પામ્યું છે. આ પરિસ્થિતી વચ્ચે પ્રાકૃતિક ખેતી એકમાત્ર ટકાઉ વિકલ્પ તરીકે ઉભરી રહી છે. પ્રાકૃતિક ખેતી એટલે કે રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓનો તદ્દન ત્યાગ કરીને પ્રકૃતિના નિયમોને અનુસરીને ખેતી કરવામાં આવતી હોય છે. છોટાઉદેપૂરના બે ખેડૂતો ગાય આધારિત ખેતી કરીને મબલખ પાક મેળવી રહ્યા છે

ઓછા ખર્ચે પાકની ખેતી કરીને સારી ઉપજ

આ ખેતીમાં ગાયના છાણ , ગૌમૂત્ર,જીવામૃત, ઘનજીવામૃત વનસ્પતિ આધારિત કીટનાશકો અને આચ્છાદન જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. આવી જ પ્રાકૃતિક ખેતી છોટાઉદેપુર જિલ્લાના વચલીભીત ગામે રહેતા સમસીંગ રાઠવાએ હળદર, સૂર્યમુખી, મરચા અને વિનોદ ભાઈએ મધની પ્રોડેક્ટ, દેશી ગાયની પ્રોડક્ટ અને બાગાયત ફાર્મ કર્યું છે, અને બન્ને ખેડૂતે ઓછા ખર્ચે પાકની ખેતી કરીને સારી ઉપજ મેળવી રહ્યા છે.

Advertisement

ગોબર અને ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવ્યું

સમસીંગ રાઠવા અને વિનોદ ભાઈ છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જ્યારે તેમને ખબર પડી કે, પ્રાકૃતિક ખેતી ખરેખર કરવા જેવી છે, ત્યાર બાદ સૌપ્રથમ તેઓએ પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હતી, અને ત્યાર બાદ પ્રાકૃતિક ખેતી ની શરૂઆત કરી હતી. શરૂઆતના તબક્કામાં પ્રાકૃતિક ખેતી ચાલુ કરી ત્યારે તેઓએ એક ગીર ગાય વસાવી હતી, અને તેના ગોબર અને ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવ્યું હતું, એના પછી ઘનજીવામૃત બનાવ્યુ હતું.

Advertisement

રાસાયણિક ખાતરનો ખર્ચ પણ બચ્યો

ખેડૂતનું માનવું છે કે, ઘનજીવામૃતએ પોતાના ખેતરમાં નાખવામાં આવે તો, યુરિયા કે કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરની જરૂર પડતી નથી, અને જમીન પણ ફળદ્રુપ રહે છે, જેના કારણે રાસાયણિક ખાતરનો ખર્ચ પણ તેમનો બચ્યો છે, અને એનાથી ઉત્પાદનમાં પણ વધારો થયો છે, સાથે જ બન્ને ખેડૂતો તેનું વેચાણ કરી સારી આવક મેળવી રહ્યા છે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સરકારી તરફથી સહાય પણ આપવામાં આવતી હોવાથી તેમનો સપોર્ટ મળી રહે છે.

આ પણ વાંચો ------  Porbandar : સરકારના પ્રયાસોથી જિલ્લાના 4500 ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા

Tags :
Advertisement

.

×