ઠંડીમાં રાહત આપતું તાપણું દંપતીના મોતનું કારણ બન્યું! જાણો કેવી રીતે ?
વડોદરાના દશરથમાં દંપતી મોતને ભેટ્યુંબંધ રૂમમાં તાપણું કરતા ગૂંગળાઇ જવાથી મોતદંપતીએ ઠંડીથી બચવા માટે તાપણું કર્યું હતુંઆજોડ રોડ પર આવેલી સોસાયટીનો બનાવતગારામાં તાપણું કરીને સૂઇ ગયું હતું દંપતીરૂમમાં ધુમાડો થઇ જવાથી દંપતીનું મોતવડોદરા (Vadodara)માં શિયાળામાં કડકડતી ઠંડી સામે રક્ષણ મેળવવા દંપતીએ તાપણાનો સહારો લીધો હતો પરંતુ તાપણાના ધુમાડાના કારણે શ્વાસ રુંધાઇ જતાં બંનેનુ મોત થ
Advertisement
- વડોદરાના દશરથમાં દંપતી મોતને ભેટ્યું
- બંધ રૂમમાં તાપણું કરતા ગૂંગળાઇ જવાથી મોત
- દંપતીએ ઠંડીથી બચવા માટે તાપણું કર્યું હતું
- આજોડ રોડ પર આવેલી સોસાયટીનો બનાવ
- તગારામાં તાપણું કરીને સૂઇ ગયું હતું દંપતી
- રૂમમાં ધુમાડો થઇ જવાથી દંપતીનું મોત
વડોદરા (Vadodara)માં શિયાળામાં કડકડતી ઠંડી સામે રક્ષણ મેળવવા દંપતીએ તાપણાનો સહારો લીધો હતો પરંતુ તાપણાના ધુમાડાના કારણે શ્વાસ રુંધાઇ જતાં બંનેનુ મોત થયું હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે.
વડોદરાના દશરથમાં દંપતી મોતને ભેટ્યું
સમગ્ર મામલે વાત કરવામાં આવે તો વડોદરા શહેરના દશરથ આજોડ રોડ પર આવેલી કૃષ્ણાવેલી સોસાયટીમાં રહેતા વિનોદ ભાઈ સોલંકી પત્ની ઉષા બેન સાથે રહેતા હતા. હાલ રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે અને આ અસહ્ય ઠંડી ના કારણે નાગરિકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. રવિવારે દંપતીએ દ્વારા ઠંડી સામે રક્ષણ મેળવવા ઘરમાં જ લાકડા બાળીને તાપણું કરવામાં આવ્યું હતું.
તગારામાં તાપણું કરીને સૂઇ ગયું હતું દંપતી
તાપણું કર્યા બાદ આ દંપતી રાબેતા મુજબ પોતાના રૂમમાં પોઢી ગયા હતા.બંને ઘોર નિંદ્રામાં હતા ત્યારે આ તાપણાનો ધુમાડો આખા ઘરમાં ફેલાઈ ગયો હતો. ઘરમાં અચાનક તીવ્ર ધુમાડો ફેલાઈ જતા ઊંઘમાં જ આ દંપતીનો શ્વાસ રૂંધાયો હતો અને બંનેની આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ હતી.
દંપતીએ ઠંડીથી બચવા માટે તાપણું કર્યું હતું
ઉલ્લેખનીય છે કે આ દંપતી દ્વારા ઘરની અંદર તગારામાં તાપણું કરવામાં આવ્યું હતું અને રાત્રે ઉંઘતા પહેલા તેઓ તાપણાને બુઝાવવાનું ભૂલી ગયા હતા.જેથી જ રાત્રી દરમ્યાન બંધ રૂમ માં ધુમાડો ફેલાઈ ગયો અને ગૂંગળાઈ જવાથી બંનેનું મોત નીપજ્યું હતું.
દરવાજો તોડવો પડ્યો
વહેલી સવારે તેમનો પુત્ર અને ભત્રીજો મળવા માટે પહોંચ્યા હતા.લાંબો સમય થવા છતાં કોઈ એ ઘર નો દરવાજો નહિ ખોલતા પુત્રને શંકા ગઈ હતી.જેથી પુત્ર એ માતા પિતાની ભાળ કાઢવા પાછળના દરવાજેથી ઘરમાં પ્રવેશવા પ્રયાસ કર્યો હતો પરંતુ કોઇએ દરવાજો નહિ ખોલતા તેને તોડવાની ફરજ પડી હતી. દરવાજો તોડી ઘરમાં પ્રવેશ્યા બાદ પુત્ર એ પોતાના માતા પિતાને મૃત અવસ્થામાં જોતા તેના પગ નીચે થી જમીન સરકી ગઈ હતી.
કાર્બન મોનોકસાઈડના કારણે મોત
મૃતક દંપતીના પુત્ર અને ભત્રીજા દ્વારા સમગ્ર મામલે છાણી પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. છાણી પોલીસે FSLની મદદથી કરેલી પ્રાથમિક તપાસમાં દંપતીનું ધુમાડાના કારણે ગૂંગળાઈ જવાથી મોત થયું હોવાનું તારણ સામે આવ્યું હતું. બંનેના મૃતદેહનું સયાજી હોસ્પીટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવતા 49 વર્ષીય વિનોદ ભાઈ સોલંકી અને તેમના 47 વર્ષીય પત્ની ઉષાબેનનું તાપણા ના ધુમાડા સ્વરૂપે નીકળેલા કાર્બન મોનોકસાઈડના કારણે મોત નિપજ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.
વડોદરાની આ વિચિત્ર દુર્ઘટના એ ભલભલાને વિચારતા કરી દીધા છે ત્યારે શિયાળામાં ઠંડી થી બચવા તાપણાનો સહારો લેતા લોકો એ આ ઘટના પરથી સબક લેવાની જરૂર છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


