Cyber Crime Vadodara : ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ, મુંબઈ પોલીસના નામે કર્યો હતો ફોન
- Cyber Crime Vadodara : ધારાસભ્ય યોગેશભાઈ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
- ડિજિટલ એરેસ્ટ કરવા સાયબર ઠગનો યોગેશભાઈ પટેલને આવ્યો ફોન
- અજાણ્યા નંબરથી આવેલા કોલમાં કહ્યું, "હું મુંબઈમાંથી બોલુ છું"
- ઠગે કહ્યું, "મુંબઈ પોલીસમાંથી બોલુ છું, તમારી વિરૂદ્ધ નોટિસ આવી છે"
- ધારાસભ્યએ કડકાઈથી વાત કરતા સાયબર માફિયાએ ફોન કટ કરી દીધો
Cyber Crime Vadodara : ગુજરાત હોય કે પછી દેશમાં દિવસે દિવસે સાયબર ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સાયબર ગઠિયાઓ લોકોને ડિજિટલ એરેસ્ટ કરીનો કરોડો રુપિયા પડાવી લેતા હોય છે. ત્યારે વડોદરાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે.
ધારાસભ્યએ સાયબર માફિયાને ખખડાવ્યો !
ડિજિટલ એરેસ્ટ કરવા સાયબર ઠગનો યોગેશ પટેલને ફોન આવ્યો હતો. અજાણ્યા નંબરથી આવેલા કોલમાં કહ્યું, "હું મુંબઈમાંથી બોલુ છું" સાયબર ઠગે કહ્યું, "મુંબઈ પોલીસમાંથી બોલુ છું, તમારી વિરૂદ્ધ નોટિસ આવી છે"
પ્રાપ્તથતી માહિતી અનુસાર ધારાસભ્યને શંકા જતા તેમને કડકાઈથી વાત કરતા સાયબર માફિયાએ ફોન કટ કરી દીધો હતો. ત્યારબાદ યોગેશભાઈએ તાત્કાલિક ધોરણે વડોદરા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.
પોલીસ કમિશનરને કરી જાણ(Cyber Crime Vadodara)
આ ઉપરાંત ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ આ સમગ્ર ઘટનાની રજૂઆત કરી હતી. જે નંબરથી ફોન આવ્યો હતો એની વિગત સાયબર સેલમાં આપી છે. જો કે યોગેશ પટેલનું કહેવું છે કે કોલ આવ્યો તેમાં મુંબઈ પોલીસનો લોગો દેખાતો હતો. જો કે(Cyber Crime Vadodara) સાયબર ક્રાઈમ મારફતે સાયબર માફિયા કરોડો રુપિયાની ઠગાઈ કરતા હોય છે. જેના પગલે સાયબર પોલીસ દ્વારા અવારનવાર જાગૃતતાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચો- પાંચ મહિના બાદ દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહે ભૂલાવી જૂની દુશ્મનાવટ, કરાવ્યું એકબીજાનું મોં મીઠું


