Dabhoi Rain : ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થતાની સાથે જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના કેટલા વિસ્તારોમાં તો મેઘ મહેર જોવા મળી છે. પરંતુ આ સાથે જ વડોદરામાં પણ આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.
Dabhoi Rain : ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થતાની સાથે જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના કેટલા વિસ્તારોમાં તો મેઘ મહેર જોવા મળી છે. પરંતુ આ સાથે જ વડોદરામાં પણ આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આજે વહેલી સવારથી ડભોઈ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે.
Dabhoi Rain : ડભોઈવાસીઓને અસહ્ય ઉકળાટથી મળી રાહત
ઉલ્લેખનીય છે કે વરસાદ પાછો ખેંચાતા લાંબા સમયથી અસહ્ય ઉકળાટ અને બફારાથી પરેશાન ડભોઈના વાસીઓને ઠંડક મળી છે. ડભોઈના વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે. જો કે ચોમાસાના પહેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ
આ વર્ષના ચોમાસાના પ્રથમ વરસાદના આગમનને પગલે ડભોઈના ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ વરસાદથી આગામી સમયમાં ખરીફ પાકના વાવેતરને વેગ મળશે તેવી આશા બંધાઈ છે. અસહ્ય ગરમી અને બફારા બાદ પડેલા આ વરસાદને કારણે વાતાવરણમાં પ્રસરેલી ઠંડકથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હવામાનના આ મિજાજને જોતા તંત્ર દ્વારા પણ સતર્કતા દાખવવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat Rain Forecast : આગામી 3 કલાક ગુજરાત માટે ભારે ! દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી,જુઓ Video