Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Dahod : ગરબાડાના ટૂંકી અનોપ ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી જીવન બદલ્યું

દાહોદના ગરબાડામાં આવેલા ટૂંકી અનોપના પ્રગતિશીલ ખેડૂતે વિતેલા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે. આ ખેતીના કારણે તેમનો ખર્ચ ઘટ્યો છે, અને આવક વધી છે. સાથે જ તેઓ ખેતીમાં વિવિધ પ્રકારના પ્રયોગો કરતા તેમાં પણ સફળતા વધી છે. આ દરમિયાન તેમને સરકારી સહાય મળતા તેમની ખેતીનો વિકાસ વેગવંતો બન્યો છે. હવે તેઓ અન્ય માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.
dahod   ગરબાડાના ટૂંકી અનોપ ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી જીવન બદલ્યું
Advertisement
  • દાહોદના ખેડૂતે પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતીને અપનાવી
  • એક પછી એક નવા પાક લેવાનું શરૂ કર્યું, અને સફળ પરિણામ મેળવ્યું
  • સરકારી સહાય મળતા કામગીરીને બળ મળ્યું

Dahod Farmer Organic Farming : આજના સમયમાં જ્યારે રાસાયણિક ખાતરે જમીનની ફળદ્રુપતા ઘટાડી છે, તેના કારણે પાણીના સ્તરો નીચે ઉતરી રહ્યા છે, ત્યારે પ્રાકૃતિક ખેતી એકમાત્ર ટકાઉ વિકલ્પ તરીકે ઉભરી રહી છે. પ્રાકૃતિક ખેતી એટલે કે, રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓનો તદ્દન ત્યાગ કરીને પ્રકૃતિના નિયમોને અનુસરીને ખેતી કરવામાં આવતી હોય છે. આ ખેતીમાં ગાયના છાણ, ગૌમૂત્ર, જીવામૃત, ઘનજીવામૃત વનસ્પતિ આધારિત કીટનાશકો અને આચ્છાદન જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. આવી જ પ્રાકૃતિક ખેતી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટૂંકી અનોપ ગામના ખેડૂત નવલસિંહ પસાયા કરી રહ્યા છે, અને ઓછા ખર્ચે પાક તેમજ બાગાયતી ખેતી કરીને સારી ઉપજ મેળવી રહ્યા છે.

આ ખેતી ખરેખર કરવા જેવી છે

પ્રગતિશીલ ખેડૂત નવલસિંહ પસાયા છેલ્લા પાંચ વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જેમાં સૌપ્રથમ તેઓએ તાલીમ લીધી હતી. ત્યારે તેમને ખબર પડી કે પ્રાકૃતિક ખેતી ખરેખર કરવા જેવી છે. જે બાદ તેમણે પ્રાકૃતિક ખેતી ની શરૂઆત કરી હતી.

Advertisement

રાસાયણિક ખાતરની જરૂર પડતી નથી

સૌપ્રથમ પ્રાકૃતિક ખેતી ચાલુ કરી ત્યારે તેઓ એક ગીર ગાય વસાવી અને તેના ગોબર અને ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવ્યું હતું, એના પછી ઘનજીવામૃત બનાવ્યુ હતું, ઘનજીવામૃતએ પોતાના ખેતરમાં નાખવામાં આવે તો યુરિયા કે કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરની જરૂર પડતી નથી, અને જમીન પણ ફળદ્રુપ રહે છે. આના કારણે તેમનો રાસાયણિક ખાતરનો ખર્ચ પણ બચ્યો છે, અને એનાથી ઉત્પાદનમાં પણ વધારો થયો, બીજા વર્ષે શાકભાજીના વાવેતરનું આયોજન કર્યું હતું, જેના વાવેતરમાં થયેલા લીલા શાકભાજીનું વેચાણ પણ સારું થયું હતું, અને તેમને ભાવ પણ સારા મળ્યા હતા.જે બાદ તેમણે બાગાયતી ખેતી કરી, તેમાં પણ તેમને સારી સફળતા મળી હતી

Advertisement

આ શાકભાજીનું વાવેતર કર્યું

પ્રાકૃતિક ખેતીમાં શાકભાજીમાં લીલી ડુંગળી લસણ ટામેટા મરચા, હળદર, કાળી હળદર, પીળી હળદર, તેમજ વેલામાં કારેલા કંકોડા ગલકા વાલોલ રતાળા સહિત બધા પ્રકારની ખેતી કરી રહ્યા છે તે વેચવાની સાથે ઘરે ખાવામાં પણ ઉપયોગ કરી રહ્યા છે.

બાગાયતી ખેતીમાં પણ સારૂ પરિણામ મળ્યું

ખેડૂત બાગાયતી ખેતીમાં નારિયળ કાળા કેળા, સફેદ કેળા તેમજ જામફળ , જામફળ માં પણ ત્રણ પ્રકારની વેરાયટી ટાઈવાન જામફળ , કાળા જામફળ અને સફેદ જામફળ અને બાર પ્રકારના આંબા જેમાં બારમાસી આંબા, શેરડી, ચેરી, અંજીર, રામફળ, હનુમાન ફળ, અર્જુન નું ઝાડ, ફણસ તેમજ આમળા, કાજુ, બદામ, પિસ્તા, સરોળી, કમરખસ, ગધાલીંબુ, અને બીજોરૂ, તેજપાન, કોકમ, સરગવા, કાળા જાંબુ, સફેદ જાંબુ, ચીકૂ, જેવા અનેક પ્રકારના ફળો અને ખેતી પણ કરી રહ્યા છે.

સરકારી સહાયથી ખર્ચ બચ્યો

આ પ્રાકૃતિક ખેતીમાં સરકાર દ્વારા તેમને સહાય પણ કરવામાં આવી છે, જેમાં પાણીનો ટાંકો ડ્રીપ અને ખેતીવાડી શાખા તરફથી ટ્રેક્ટર યોજનાની સહાય મળી છે, સરકારે મદદ કરી જેના કારણે તેમનો ઘણો બધો ખર્ચ બચી ગયો છે, આ પ્રાકૃતિક ખેતીના સ્થળની અગાઉ દાહોદ જિલ્લા કલેકટરે પણ મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો -------  Banaskantha : ખરડોસણના ખેડૂતે પ્રાકૃતિક ખેતી થકી જીવન બદલ્યું, અન્ય માટે પ્રેરણારૂપ બન્યા

Tags :
Advertisement

.

×