Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Vadodara : ગૌ-મૂત્ર, છાણ થકી તૈયાક કરે છે ખાતર, વાકાંનેરના ધર્મેશ પટેલે પ્રાકૃતિક ખેતીથી મેળવ્યો મબલખ પાક

Vadodara : ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન ઝડપથી ફેલાઈ રહ્યું છે. ત્યારે હવે વડોદરામાં પણ ખેડૂત દ્વારા પ્રાકૃતિક ખેતીને અપનાવી છે. વડોદરાના સાવલીના વાકાનેર ગામના ખેડૂત દ્વારા રાસાયણિક ખેતીને જાકારો આપી પ્રાકૃતિક ખેતીને અપનાવી છે. પ્રાકૃતિક ખેતીને અપનાવી પોતાના ખેતરને ફળરૂપી બનાવવાનું સંકલ્પ કરેલું છે.
vadodara   ગૌ મૂત્ર  છાણ થકી તૈયાક કરે છે ખાતર  વાકાંનેરના ધર્મેશ પટેલે પ્રાકૃતિક ખેતીથી મેળવ્યો મબલખ પાક
Advertisement
  • Vadodara : સાવાલીના વાકાનેર ગામના ખેડૂતની કમાલ
  • ખેડૂત ધર્મેશ પટેલે મેળવ્યો મબલખ પાક
  • ગૌ-મૂત્ર, છાણ થકી જાતે જ તૈયાર કરે છે ખાતર
  • ઝેરમુક્ત ઉત્પાદન થકી કંડારી છે નવી કેડી
  • પ્રાકૃતિક ખેતી કરી ખેડૂતોને ચિંધી નવી રાહ
  • રાજ્યપાલ પણ કરી ચુક્યા છે તેમના વખાણ

Vadodara : ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન ઝડપથી ફેલાઈ રહ્યું છે. ત્યારે હવે વડોદરામાં પણ ખેડૂત દ્વારા પ્રાકૃતિક ખેતીને અપનાવી છે. વડોદરાના સાવલીના વાકાંનેર ગામના ખેડૂત દ્વારા રાસાયણિક ખેતીને જાકારો આપી પ્રાકૃતિક ખેતીને અપનાવી છે. પ્રાકૃતિક ખેતીને અપનાવી પોતાના ખેતરને ફળરૂપી બનાવવાનું સંકલ્પ કરેલું છે. તેમાં ઘણીએવી સફળતા પણ પ્રાપ્ત કરી છે. આમ તો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ ગણવામાં આવે છે. અહીં ખેડૂતોને અન્નદાતા માનવામાં આવે છે. પરંતુ આજના સમયમાં વધુ નફો કમાવવાની લાલચમાં રાસાયણિક ખાતરનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. જે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

Advertisement

ઝેરમુક્ત ઉત્પાદન થકી કંડારી છે નવી કેડી

ઉલ્લેખનીય છે કે સાવલી (Vadodara)તાલુકાના વાકાનેર ગામના એક ખેડૂતે સાચા અર્થમાં કુદરતી ખેતીનો પથ અપનાવીને નવી રાહ ચીંધી છે. વાકાનેર ગામના યુવા ખેડૂત ધર્મેશ પટેલે જમીનની ફળરૂપતા જાળવી રાખવા તેમજ ઝેરમુક્ત આહાર આપવા માટે પ્રાકૃતિક ખેતીને પોતાનું હથિયાર બનાવ્યું છે. કોઈ પણ પ્રકારની ઝેરી કે મોઘી દવાઓનો ઉપયોગ કર્યા વિના ગાયના છાણ તેમજ ગૌ મૂત્રથી પોતે જ ઈકો ફ્રેન્ડલી ખાતર તૈયાર કરે છે. જેમાં શાકભાજી ફળ ફળાદી જેવી પ્રાકૃત્તિક ખેતીમાં દવા તરીકે ગૌ મૂત્રનો ઉપયોગ કરી શુદ્ધ ખાદ્યપાકનું ઉત્પદાન થાય છે. જેમાં દાડમ, ચીકુ, જામફળ, કેળા, ચેરી જેવા અનેક ફળો પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન કરે છે.

Advertisement

પ્રાકૃતિક ખેતી કરી ખેડૂતોને ચિંધી નવી રાહ(Vadodara)

તેમની આ સરાહનીય કામગીરીને બિરદાવવા માટે ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા ધર્મેશ પટેલના ફાર્મની મુલાકાત લઈ તેમને પ્રાકૃતિક ખેતી વિશે અન્ય ખેડૂતોને પણ જોડવા માટે આપી કરવામાં આવી હતી. વાકાનેરના ખેડૂત ધર્મેશ પટેલ દ્વારા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળે અને પોતાની ખેતીને રાસાયણિક દવાઓથી દૂર રાખવા નો મેસેજ ખેડૂતોને આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:Gandhinagar : GIFT સિટીમાં દારૂની પરમિટ પર નિયમો હળવા કરાયા, નોટિફિકેશન જાહેર

Tags :
Advertisement

.

×