Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara: શું તમે મહીસાગરનું પાણી પીવો છો? MLA કેયુર રોકડિયાએ મોટી આશંકા વ્યક્ત કરી!

Vadodara: ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ સંકલન બેઠકમાં મહીસાગર નદીના પાણીમાં જોખમી ઈ-કોલી બેક્ટેરિયા મળી આવ્યા હોવાની ગંભીર રજૂઆત કરી છે. લોકલ કોન્ટાનિમેશનના કારણે પીવાના પાણીમાં ફેલાતા આ બેક્ટેરિયા ઝાડા-ઉલટીથી લઈને કિડની ફેઈલ થવા સુધીની ગંભીર બીમારીઓ નોતરી શકે છે. તંત્રને તાત્કાલિક સેમ્પલિંગ અને શુદ્ધિકરણ પ્રક્રિયા તેજ કરવા આદેશ અપાયા છે.
vadodara  શું તમે મહીસાગરનું પાણી પીવો છો  mla કેયુર રોકડિયાએ મોટી આશંકા વ્યક્ત કરી
Advertisement
  • Vadodara: MP -MLA સંકલન બેઠકમાં ધારાસભ્યની મોટી રજૂઆત
  • "મહીસાગર નદીના અમુક ભાગમાં ઈ-કોલી બેક્ટેરિયા જોવા મળ્યા"
  • "રેન્ડમ સેમ્પલિંગ દરમિયાન જોવા મળ્યા ઈ-કોલી બેક્ટેરિયા"

Vadodara Water Pollution: વડોદરા શહેર અને જિલ્લા માટે જીવાદોરી સમાન મહીસાગર નદી (Mahisagar River) ના પાણીમાં જોખમી બેક્ટેરિયા હોવાના આરોપ લાગતાં ખળભળાટ મચ્યો છે. તાજેતરમાં યોજાયેલી MP-MLA સંકલન બેઠકમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા (Keyurbhai Rokadia) એ આ ગંભીર મુદ્દે કલેક્ટરને રજૂઆત કરી છે. તેમનો આરોપ છે કે રેન્ડમ સેમ્પલિંગ દરમિયાન નદીના અમુક ભાગમાં 'ઈ-કોલી' (E. coli) બેક્ટેરિયાની હાજરી મળી આવી છે, જે સીધી રીતે લોકોના આરોગ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે.

Vadodara Water Pollution: પીવાના પાણીના સ્ત્રોતમાં પ્રદૂષણનો ભય!

વડોદરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પીવા માટે મહીસાગર નદીનું પાણી સપ્લાય કરવામાં આવે છે. ધારાસભ્યએ આશંકા વ્યક્ત કરી છે કે ગટરના પાણી અથવા અન્ય ગંદકી નદીમાં ભળવાને કારણે આ બેક્ટેરિયા જોવા મળ્યા હોઈ શકે છે. જો સમય રહેતા આનું નિરાકરણ લાવવામાં ન આવે, તો આગામી દિવસોમાં શહેરીજનોમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે.

Advertisement

ગંદા પાણીનો નિકાલ કરવા સૂચના

ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ કલેક્ટર અને સંબંધિત વિભાગોને રજૂઆત કરતાં કહ્યું કે, નદીના અલગ-અલગ પોઈન્ટ્સ પરથી પાણીના સેમ્પલ લઈ સઘન ચેકિંગ કરવામાં આવે. પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટ (Filtration Plants) યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે નહીં તેની તપાસ થાય અને જ્યાંથી ગંદકી ભળે છે તે સ્ત્રોતોને તાત્કાલિક બંધ કરવામાં આવે.

Advertisement

ઈ-કોલી બેક્ટેરિયા એટલે શું અને તે કેટલા જોખમી?

ઈ-કોલી (Escherichia coli) એ મનુષ્ય અને પ્રાણીઓના આંતરડામાં જોવા મળતા બેક્ટેરિયા છે. જોકે મોટાભાગના ઈ-કોલી નુકશાનકારક હોતા નથી, પરંતુ જ્યારે તે પીવાના પાણી (Drinking water) દ્વારા શરીરમાં પ્રવેશે છે, ત્યારે તે ગંભીર બીમારીઓ નોતરે છે. આ બેક્ટેરિયા (Bacteria)  પાણીમાં ગંદકી કે મળમૂત્ર ભળવાને કારણે પેદા થાય છે. જો પાણીને યોગ્ય રીતે શુદ્ધ કર્યા વગર પીવામાં આવે, તો તે જીવલેણ સાબિત થઈ શકે છે.

Vadodara Water Pollution: આરોગ્ય પર ગંભીર અસરો થઈ શકે!

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઈ-કોલી યુક્ત પાણી પીવાથી ત્વરિત અને લાંબાગાળાની અસરો થાય છે. તેના મુખ્ય લક્ષણોમાં અસહ્ય પેટમાં દુખાવો અને મરોડ આવવા, ગંભીર ઝાડા (ડાયેરિયા) અને ઉલટી થવી, શરીરમાં પાણી ઓછું થઈ જવું સૌથી ગંભીર કિસ્સામાં આ બેક્ટેરિયા લોહી અને કિડની પર હુમલો કરે છે, જેનાથી કિડની ફેલ્યોર (Hemolytic Uremic Syndrome) જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

આ પણ વાંચોઃ Vadodara: ઉત્તરાયણની આગલી રાત્રે ખૂની ખેલ, પરિવાર સામે જ યુવકની હત્યા!

Tags :
Advertisement

.

×