Digital Arrest બાદ આત્મહત્યાની રાજ્યમાં પહેલી ઘટના, ખેડૂતને સતત પરેશાન કર્યો
- Digital Arrest: વડોદરામાં ડિજિટલ એરેસ્ટ થયેલા ખેડૂતે કરી આત્મહત્યા
- ખાતામાં 40 કરોડનું ફ્રોડ થયું હોવાનું કહીને ડિજિટલ એરેસ્ટ કર્યું હતું
- ઠગોએ ખેડૂતને દિલ્હી ATSની ઓળખાણ આપી હતી
Digital Arrest: ડિજિટલ એરેસ્ટ બાદ આત્મહત્યાની રાજ્યમાં પહેલી ઘટના બની છે. જેમાં વડોદરામાં ડિજિટલ એરેસ્ટ થયેલા ખેડૂતે આત્મહત્યા કરી છે. તેમાં ખાતામાં રૂપિયા 40 કરોડનું ફ્રોડ થયું હોવાનું કહીને ડિજિટલ એરેસ્ટ કર્યું હતું. ઠગોએ ખેડૂતને દિલ્હી ATSની ઓળખાણ આપી હતી. તથા ઠગોએ ઓડિયો-વીડિયો કોલ કરી ખેડૂતને સતત પરેશાન કર્યો હતા.
ઠગો દર પાંચ મિનિટે ફોન કરી ધમકી આપતા હતા
ઠગો દર પાંચ મિનિટે ફોન કરી ધમકી આપતા હતા. જેમાં 65 વર્ષીય અતુલભાઈએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. ઠગોથી ત્રસ્ત થઈને ખેડૂતે આત્મહત્યાનું પગલું ભર્યું છે. ઉલ્લેખનીય છે કે અજાણ્યા શખ્સોએ વીડિયો કોલ દ્વારા પોતાને દિલ્લીની ATS (એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ)ના અધિકારી તરીકે ઓળખાવ્યા હતા. તેઓએ અતુલભાઈને તેમના બેંક ખાતામાંથી 40 કરોડ રૂપિયાનું ફ્રોડ થયું છે એવી ખોટી માહિતી આપી ડરાવ્યા હતા. ત્યારબાદ તેમને ડિજિટલ એરેસ્ટમાં રાખ્યા હોવાનો દાવો કર્યો હતો.
Digital Arrest: નવી ઓનલાઈન છેતરપિંડી હવે ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી
છેતરપિંડી કરનારોએ દર પાંચ મિનિટે કોલ કરીને અતુલભાઈને માનસિક રીતે અત્યંત હેરાન કર્યા હતા. પોલીસ ફરિયાદ, જેલ અને કાયદાકીય કાર્યવાહી જેવી ધમકીઓ આપી તેમને સતત દબાણમાં રાખવામાં આવ્યા હતા.
પરિવારજનોને પણ જાણ ન કરવા એમને બળજબરીપૂર્વક કહી દેવામાં આવ્યું
પરિવારજનોને પણ જાણ ન કરવા એમને બળજબરીપૂર્વક કહી દેવામાં આવ્યું હતુ. જેમાં સતત તણાવ અને ભયના માહોલમાં 65 વર્ષીય અતુલભાઈ પટેલનો માનસિક સંતુલન બગડવા લાગ્યું હતુ. અંતે કંટાળી અને નિરાશ થઈ તેમણે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. આ તરફ ગામમાં અને પરિવારજનોમાં આ ઘટનાથી શોકનું મોજું ફેલાયું છે. આ ઘટના એ સ્પષ્ટ કરે છે કે ‘ડિજિટલ એરેસ્ટ’ નામની નવી ઓનલાઈન છેતરપિંડી હવે ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી ગઈ છે.
આ પણ વાંચો: Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમની વિગત


