Vadodara માં ગેંગરેપની ઘટના, નરાધમોએ 14 વર્ષીય બાળકીને પીંખી નાખી
- Vadodara માં 14 વર્ષીય સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના
- નવાયાર્ડમાં નરાધમોએ 14 વર્ષની સગીરાને પીંખી નાખી
- સગીરાને લલચાવી રૂમમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ કર્યું
- ત્રણ કલાક સુધી વારાફરતી આરોપીઓએ કર્યો દુષ્કર્મ
- નરાધમોની ચુંગાલમાંથી છૂટી ઘરે પહોંચતા મામલો સામે આવ્યો
- સગીરાના પિતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
- પોલીસે આરોપી હર્ષિત મેકવાનની કરી ધરપકડ
Vadodara: વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં 14 વર્ષીય સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ઘટનાએ શહેરમાં આક્રોશનું વાતાવરણ સર્જ્યું છે અને લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે.
વડોદરામાં 14 વર્ષીય સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ
પ્રાપ્ત માહિતી અનુસાર, નવા યાર્ડ વિસ્તારમાં 14 વર્ષથી સગીરા ગઈકાલે દુકાને કોઈ ચીજ વસ્તુ લેવા ગઈ હતી ત્યારે હર્ષિત મેકવાન અને 'હેપ્પી' નામના યુવકે સગીરાને લલચાવીને એક રૂમમાં લઈ જઈને તેને ગોંધી રાખી હતી. ત્યાં બંને આરોપીઓએ ત્રણથી ચાર કલાક સુધી વારાફરતી બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરા કોઈક રીતે નરાધમોની ચુંગાલમાંથી છૂટીને ઘરે પહોંચી ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
સગીરાના પિતાએ તાત્કાલિક ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
આ મામલે સગીરાના પિતાએ તાત્કાલિક ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં આરોપી હર્ષિત મેકવાનની ધરપકડ કરી લીધી છે, જ્યારે બીજા આરોપી હેપ્પી હજુ ફરાર છે અને તેની શોધખોળ માટે અલગ-અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે.
હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ
પીડિત સગીરાને મેડિકલ તપાસ અને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને ત્યાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. લોકોએ પીડિતાને ન્યાય અપાવવા અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. આ ઘટનાએ ફરી એક વાર મહિલા સુરક્ષા અને બાળકીઓના રક્ષણના મુદ્દે પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસ તપાસ ચાલુ છે અને ઝડપથી ન્યાય અપાવવાની અપેક્ષા રાખવામાં આવે છે.
Vadodara માં 14 વર્ષીય સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના | Gujarat First
નવાયાર્ડમાં નરાધમોએ 14 વર્ષની સગીરાને પીંખી નાખી
સગીરાને લલચાવી રૂમમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ કર્યું
ત્રણ કલાક સુધી વારાફરતી આરોપીઓએ કર્યો દુષ્કર્મ
હર્ષિત મેકવાન અને હેપ્પી નામના શખ્સે કર્યો દુષ્કર્મ… pic.twitter.com/6p0dhR25IO— Gujarat First (@GujaratFirst) January 9, 2026
આ પણ વાંચો: Bagdana Case: બગદાણાની બબાલ વિશે આ શું બોલ્યા મોરારીબાપુ?


