Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાત વિધાનસભા વધુ એક વખત ખંડિત: માંજલપુરના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

Vadodara MLA: વડોદરાની માંજલપુર (Manjalpur) બેઠકના ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલનું સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના અવસાનથી ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) ની વધુ એક બેઠક ખાલી પડતા ગૃહ ખંડિત થયું છે. વડોદરાના આ લોકપ્રિય સિનિયર નેતાના નિધનથી સમગ્ર રાજ્યના રાજકારણમાં શોકનો માહોલ છે.
ગુજરાત વિધાનસભા વધુ એક વખત ખંડિત  માંજલપુરના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
Advertisement

Vadodara MLA Yogesh Patel Passed Away: ગુજરાત રાજકારણમાંથી એક ખૂબ જ દુઃખદ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) વધુ એક વખત ખંડિત થઈ છે. વડોદરા (Vadodara) ની માંજલપુર (Manjalpur) વિધાનસભા બેઠકના સિનિયર અને લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલ (Yogesh Patel) નું લાંબી બીમારી બાદ સારવાર દરમિયાન નિધન થયું છે. તેમના અવસાનથી વડોદરા સહિત સમગ્ર રાજ્યના રાજકીય આલમમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેઓ ભાજપના વરિષ્ઠ નેતાઓમાં મોખરાનું સ્થાન ધરાવતા હતા અને જનતા વચ્ચે ભારે લોકચાહના ધરાવતા હતા.

વિધાનસભામાં એક બેઠક ખાલી પડી

યોગેશ પટેલના અવસાનના પગલે ગુજરાત વિધાનસભામાં માંજલપુરની બેઠક ખાલી પડી છે, જેને કારણે ગૃહ ફરી એકવાર ખંડિત થયું છે. આગામી સમયમાં નિયમ અનુસાર આ બેઠક પર પેટાચૂંટણી (By-election) યોજવામાં આવશે. એક દિગ્ગજ નેતા ગુમાવતા ભાજપ પક્ષ અને વડોદરાના નાગરિકો માટે આ ખૂબ જ મોટી ખોટ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન નિધન બાદ બેઠક ખાલી પડતાં ગૃહ ખંડિત થયું હતું. તાજેતરમાં ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારે શાનદાર પ્રદર્શન કરતા 30,000થી વધુ મતોના જંગી માર્જિનથી વિજય મેળવી ભાજપનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.

Advertisement

રાજકીય સફર

યોગેશ પટેલ વડોદરાની રાજનીતિના ભીષ્મ પિતામહ ગણાતા હતા. તેઓ અવારનવાર લોકપ્રશ્નો ઉઠાવવા માટે જાણીતા હતા. વર્ષ 1990માં જનતા પાર્ટીમાંથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા. ત્યારબાદ 1995માં તેઓ ભાજપમાં જોડાયા અને પક્ષના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું.

Advertisement

માંજલપુર બેઠક પરથી તેઓ સતત ચૂંટાતા આવ્યા હતા અને વિસ્તારના વિકાસ કાર્યોમાં તેમનો સિંહફાળો રહ્યો છે. તેમની ગણતરી ભાજપના એવા નેતાઓમાં થતી હતી જેઓ પક્ષની વિચારધારા સાથે હંમેશા વફાદાર રહ્યા અને જમીની સ્તરે કાર્યકર્તાઓ સાથે સીધા જોડાયેલા રહ્યા. સામાન્ય લોકો વચ્ચે રહીને કામ કરવાની તેમની શૈલીને કારણે જ તેઓ 'લોકનેતા' તરીકે ઓળખાતા હતા.

વિધાનસભાનો ઈતિહાસ

તેઓ કુલ 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જેમાં રાવપુરા બેઠક પરથી 5 વાર અને માંજલપુર બેઠક પરથી 3 વાર વિજય મેળવીને તેમણે રેકોર્ડ સર્જ્યો હતો. વર્ષ 2021ની ચૂંટણીમાં ભાજપ દ્વારા નિર્ધારિત ઉંમરના માપદંડોને બાજુ પર રાખીને પક્ષે તેમના પર ભરોસો મૂક્યો હતો, જે તેમની સ્વીકાર્યતા દર્શાવે છે.

આંદોલનકારી નેતા

વર્ષ 1978 માં દૂધના ભાવમાં થયેલા 10 પૈસાના વધારા સામે ઉઠેલો તેમનો અવાજ સમગ્ર વડોદરામાં ગાજ્યો હતો. અમદાવાદી પોળથી શરૂ થયેલું આ આંદોલન 235 દૂધ કેન્દ્રો સુધી પહોંચ્યું હતું. આ સંઘર્ષ દરમિયાન તેઓ ગંભીર રીતે દાઝી ગયા હોવા છતાં લોકોના હિત માટે મક્કમ રહ્યા હતા. વિદ્યાર્થીકાળમાં તેમણે 'વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ' બનાવી શિક્ષણમાં થતી લૂંટ સામે લડત આપી હતી, જેની ગુંજ દિલ્હી સુધી સંભળાઈ હતી અને સરકારે ફી નિયમન કાયદો લાવવો પડ્યો હતો.

ફરાસખાનાના વ્યવસાયથી રાજકારણ સુધી

મૂળ ફરાસખાનાનો વ્યવસાય કરનાર યોગેશભાઈના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે સ્વામીજીએ તેમને કોટી અને ટોપી આપી ચૂંટણી લડવા પ્રેરણા આપી હતી. આ સ્વામીજીની ભેટને તેઓ વર્ષો સુધી પોતાના માટે શુભ માનીને ચૂંટણી સમયે સાથે રાખતા હતા.

મેનકા ગાંધી સાથેના આત્મીય સંબંધો

યોગેશભાઈના રાજકીય અને સામાજિક કદનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેમના મેનકા ગાંધી સાથે ખૂબ જ ગાઢ સંબંધો હતા. જ્યારે સંજય ગાંધીના અવસાન બાદ મેનકા ગાંધી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે યોગેશભાઈએ તેમને વડોદરા લાવી નવું બળ પૂરું પાડ્યું હતું. તેમના આ સાથથી પ્રભાવિત થઈને મેનકા ગાંધી તેમને પોતાના ભાઈ સમાન ગણતા અને રક્ષાબંધન પર ખાસ રાખડી મોકલતા હતા.

સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ

મળતી માહિતી મુજબ, તેઓ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી ગંભીર બીમારીઓનો સામનો કરી રહ્યા હતા. તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તબીબોની ભારે જહેમત છતાં આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનની ખબર મળતા જ વડોદરા અને ગાંધીનગર (Gandhinagar) ના અગ્રણી રાજકીય નેતાઓ, મંત્રીઓ અને કાર્યકરો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મુખ્યમંત્રી અને અન્ય વરિષ્ઠ નેતાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને આ ખોટને ક્યારેય ન પુરાય તેવી ગણાવી છે.

આ પણ વાંચો: Vadodara News: ભાજપના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

Tags :
Advertisement

.

×