MS યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં યોજાશે PM મોદીની સભા
વડોદરાના એમ.એસ. યુનિવર્સિટી (MS University)ના પેવેલિયન ગ્રાઉન્ડને વડાપ્રધાનની સભા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો સભામાં ઉપસ્થિત રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સ્થળ પર વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
સભા માટે તૈયાર કરાયો હાઈટેક જર્મન ડોમ
સભા સ્થળે હાઈટેક જર્મન ડોમ (German Dome) તૈયાર કરવામાં આવ્યો છે. ગરમી, વરસાદ અને અન્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડોમમાં બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. સભા દરમિયાન લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થાઓની ચકાસણી પણ કરવામાં આવી રહી છે.
જગદીશભાઈ વિશ્વકર્માએ અધિકારીઓ સાથે કરી ચર્ચા
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ સભા સ્થળની મુલાકાત દરમિયાન ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તેમજ ભાજપ શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોની સાથે વિવિધ વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરી હતી.
સુરક્ષા અને વ્યવસ્થાઓને લઈને પણ મહત્વની ચર્ચા
વડાપ્રધાનની મુલાકાતને લઈને સુરક્ષા વ્યવસ્થા (PM Security) ઉપરાંત ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ, લોકોના પ્રવેશ અને બેઠક વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સભા સ્થળે કોઈ પ્રકારની અડચણ ન સર્જાય અને કાર્યક્રમ સુચારુ રીતે સંપન્ન થાય તે માટે તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા સંકલન કરવામાં આવી રહ્યું છે.
PM મોદીની મુલાકાતને લઈને વડોદરામાં ઉત્સાહ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વડોદરા મુલાકાતને લઈને ભાજપના કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સભા સ્થળની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. પ્રદેશ અધ્યક્ષની સ્થળ મુલાકાત બાદ બાકી રહેલી વ્યવસ્થાઓને ઝડપી પૂર્ણ કરવા માટે સંબંધિત તંત્ર અને સંગઠન વધુ સક્રિય બન્યું છે.
આ પણ વાંચો: Botad: 1 કરોડના કથિત તોડથી ખળભળાટ, પૂર્વ ભાજપ મહામંત્રીએ તોડકાંડ તપાસની કરી માગ