Vadodara : હાથીખાનામાં AC યુનિટ અને ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, એક જ પરિવારના 5 સભ્યો ઈજાગ્રસ્ત
વડોદરાના હાથીખાના વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં બનેલી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી છે. ઘરમાં અચાનક થયેલા જોરદાર ધડાકા બાદ એવી પરિસ્થિતિ સર્જાઈ કે પરિવારના સભ્યોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા પડ્યા. ઘટનાને કારણે મકાનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. બેવડા વિસ્ફોટ પાછળનું ચોક્કસ કારણ શું હતું અને પરિવારના સભ્યોની હાલત કેવી છે, તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
Advertisement
Vadodara Hathikhana Blast : વડોદરા શહેરના હાથીખાના (Hathikhana) વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં બેવડા વિસ્ફોટની ઘટના સામે આવી છે. બડી મસ્જિદ નજીકના એક મકાનમાં એર કન્ડિશનર (AC)ના આઉટડોર યુનિટમાં વિસ્ફોટ થયા બાદ ગેસ સિલિન્ડર પણ ફાટ્યો હોવાના અહેવાલ છે. આ દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યો ઈજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટને કારણે મકાનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

