ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : વિકાસ સપ્તાહના ત્રણ દિવસમાં 1096 વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા

Vadodara : હર્ષભાઇ સંઘવીના હસ્તે જિલ્લામાં રૂ. ૨૫૭૭.૭૫ લાખના ૬૦૨ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને રૂ. ૧૧૮૬.૬૯ લાખના કામોનું લોકાર્પણ કરાયું
01:15 PM Oct 10, 2025 IST | PARTH PANDYA
Vadodara : હર્ષભાઇ સંઘવીના હસ્તે જિલ્લામાં રૂ. ૨૫૭૭.૭૫ લાખના ૬૦૨ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને રૂ. ૧૧૮૬.૬૯ લાખના કામોનું લોકાર્પણ કરાયું

Vadodara : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના (PM Narendra Modi) નિર્ણાયક નેતૃત્વને ૨૪ વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે રાજ્ય સરકાર (Gujarat Govt) દ્વારા મનાવાઇ રહેલા વિકાસ સપ્તાહનો (Vikas Saptah) ભરપૂર લાભ વડોદરા જિલ્લાને મળ્યો છે. છેલ્લા ત્રણ જ દિવસમાં વડોદરા જિલ્લાના (Vadodara District) વિવિધ ગામોમાં રૂ. ૨૯૧૩ લાખના ૭૫૮ કામોના ખાતમુહૂર્ત અને રૂ. ૧૩૯૯.૦૭ લાખના ૩૩૮ વિકાસ કામોના લોકાર્પણ કરવામાં આવ્યા છે.

યોજનાની માહિતી ઉપરાંત લાભો પણ અપાયા

જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાએ જણાવ્યું કે, વડોદરા જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત તા. ૭થી શરૂ થયેલા વિકાસ રથના રૂટમાં આવતા ગામોમાં યોજાતી સંવાદ સભાઓમાં મહાનુભાવોના હસ્તે વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવે છે. સાથે જ રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાની માહિતી ઉપરાંત લાભો પણ આપવામાં આવે છે.

વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

તેમણે ઉમેર્યું કે, વિવિધ વિભાગોને સાંકળી થીમ બેઝ્ડ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. તેમાં રોજગાર મેળા પ્રભારી મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિકાસ સપ્તાહના બીજા દિવસે પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે જિલ્લામાં રૂ. ૨૫૭૭.૭૫ લાખના ૬૦૨ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને રૂ. ૧૧૮૬.૬૯ લાખના કામોનું લોકાર્પણ કરવામાં આવે છે.

રાત્રી રોકાણ હોય ત્યાં ગ્રામસભાનું આયોજન

વિકાસ સપ્તાહના પ્રથમ ત્રણ દિવસનું સરવૈયું જોવામાં આવે તો કુલ મળી રૂ. ૨૯૧૩.૪૫ લાખના ૭૫૮ કામોનું ખાતમુહૂર્ત તથા રૂ. ૧૩૯૯.૦૭ લાખના મૂલ્ય ધરાવતા ૩૩૮ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ તાલુકાના કુલ ૨૭ ગામોમાં વિકાસ રથ તબક્કાવાર ફરવાનો છે. સવાર, બપોર અને સાંજ એમ ત્રણ સમયગાળામાં ત્રણ ગામોમાં કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. જે ગામમાં રાત્રી રોકાણ હોય ત્યાં રાત્રી ગ્રામસભા કરવામાં આવે છે.

જિલ્લામાં કરેલા વિકાસ કાર્યોના લોકાર્પણની માહિતી

પ્રથમ દિવસે પાદરા તાલુકાના ડબકા, વડુ અને ડભાસા ગામમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. અહીં કુલ મળી રૂ. ૯૬ લાખના ૩૩ કામોના ખાતમુહૂર્ત, રૂ. ૧૩૨.૭૫ લાખના ૪૨ કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. બીજા દિવસે સોખડા સિવાયના બે ગામોમાં દશરથ તથા અંકોડિયા એમ બે ગામોમાં કુલ મળી રૂ. ૫૯.૭૦ લાખના ૩૩ કામોના ખાતમુહૂર્ત તથા રૂ. ૨૨.૫૦ લાખના ૧૧ કામોને લોકાર્પિત કરવામાં આવ્યા હતા.

ગ્રામજનો દ્વારા ભારત વિકાસ શપથ ગ્રહણ

વિકાસ સપ્તાહના ગત્ત તા. ૯ના ત્રીજા દિવસે કરજણ તાલુકાના જુની જીથરડી, ધાવટ અને વેમાર ગામમાં વિકાસ રથ પહોંચ્યો હતો. આ દિવસે કુલ રૂ. ૧૮૦ લાખના ૯૦ કામોનો પ્રારંભ અને રૂ. ૫૭.૫૩ લાખના ૮૧ કામોને પ્રજાર્પિત કરવામાં આવ્યા હતા. આ કામોમાં માર્ગો, વીજળીકરણ, પાણી, આરોગ્ય, શિક્ષણ અને આંગણવાડી સહિતની બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિકાસ સપ્તાહ સાથે ગ્રામજનો દ્વારા ભારત વિકાસ શપથ પણ ગ્રહણ કરવામાં આવે છે.

આ પણ વાંચો ------  Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 201 નવી બસોનું લોકાર્પણ, દિવાળી પહેલા ધોરીમાર્ગ ઉપર દોડશે

Tags :
DevelopmentWorkBenefitedGujaratFirstgujaratfirstnewsGujaratGovtGujaratiNewsVadodaraDistrictVikasSaptah
Next Article