ગુજરાતમાં રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાની ધાકડ એન્ટ્રી: 2 કલાકમાં 5 ઈંચ આભ ફાટ્યું!
Gujarat Weather Update: ગુજરાતમાં હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે વહેલી સવારે 6:00થી 8:00ના માત્ર 2 કલાકમાં 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નર્મદાના સાગબારા અને ગરૂડેશ્વરમાં 5-5 ઈંચ, નાંદોદમાં 4 ઈંચ અને તિલકવાડામાં સાડા 3 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત બાલાસિનોરમાં 3 ઈંચ તેમજ વડોદરા, આણંદ અને નસવાડીમાં 2-2 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે.
Advertisement
Gujarat Weather Update: ગુજરાતમાં (Gujarat) હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી રેડ એલર્ટની (Red Alert) ચેતવણી વચ્ચે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત (South Gujarat) અને મધ્ય ગુજરાતના (Central Gujarat) વિવિધ જિલ્લાઓમાં વહેલી સવારથી જ વિરામ વગર મૂસળધાર વરસાદ વરસી રહ્યો છે. માત્ર 2 કલાકના ટૂંકા ગાળામાં જ અનેક વિસ્તારોમાં 5 ઈંચ સુધીનો ખાબકેલો વરસાદ જળબંબાકારની સ્થિતિ સર્જી ગયો છે.

