Gujarat Tiger: ગુજરાતમાં વાઘનો વિચરણ વિસ્તાર વધ્યો, વડોદરા વન વિભાગને પુરાવા મળ્યા
- Gujarat Tiger: વાઘના પંજા સહિતના પુરાવા મળ્યા છે
- વાઘનો વિચરણ વિસ્તાર 120 કિમી સુધી વધ્યો
- ફરી એક વાર વાઘની હાજરીના પુરાવા મળ્યા
Gujarat Tiger: વાઘના પંજા સહિતના પુરાવા મળ્યા વાઘનો વિચરણ વિસ્તાર 120 કિમી વડોદરા વન વિભાગને પુરાવા મળ્યા છે. જેમાં મધ્યપ્રદેશ ગુજરાત સરહદ રતનમહાલ વાઘનો વિચરણ વિસ્તાર 120 કિમી વધ્યો છે. વાઘની લાંબી સફરના પુરાવા મળ્યા મળ્યા છે. વનવિભાગ દ્વારા રતનમહાલ દાહોદ સહિત વિસ્તારમાં વાઘ અંગે લોકોને જાગૃત કરાયા છે.
ગુજરાતમાં વાઘનું પુનઃ સ્વાગત
વાઘની લાબી સફર રાજ્યમાં વ્યાપક હિલચાલ ક્ષેત્રીય વર્તન જોડીદારની શોધ હોવાનું વન વિભાગની પુષ્ટિ છે. વાઘનો વિચરણનો વિસ્તાર અગાઉના મહિનાઓની સરખામણીએ વધ્યો છે. તાજેતરમાં ગુજરાતમાં વાઘ હોવાના પુરાવા મળ્યા હતા. જેમાં રતનમહાલના જંગલમાં લાગેલા કેમેરામાં વાઘ ટ્રેપ થયો હતો.
ગુજરાતી સરહદ રતનમહાલમાં વાઘના પુરાવા મળ્યા
વાઘના પંજા સહિતના નિશાનના પુરાવા મળ્યા
મધ્યપ્રદેશથી ગુજરાત સરહદે વાઘની લાંબી સફરના પુરાવા
વાઘનો વિચરણ વિસ્તાર વધીને અંદાજે 120 કિમી સુધી પહોંચ્યો
વડોદરા વન વિભાગે વાઘની હિલચાલ અંગે પુષ્ટિ કરી#Gujarat #Ratanmahal #VadodaraForest… pic.twitter.com/alHN0kldXv— Gujarat First (@GujaratFirst) January 18, 2026
જંગલમાં વાઘની હાજરી હોવાના પુરાવા મળ્યા હતા
જંગલમાં વાઘની હાજરી હોવાના પુરાવા મળ્યા હતા. રતન મહાલના વનમાં વાઘ ટ્રેપ થયો હતો. મુખ્ત્વે રતન મહાલ એ નેચરલ બાયો ડાયવર્સટી બનાવામાં આવી હતી. વન વિભાગ દ્વારા વાઘની સંખ્યા વધે તે દિશામાં પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં વાઘનું પુનઃ સ્વાગત છે.
Gujarat Tiger: ફરી એક વાર વાઘની હાજરીના પુરાવા મળ્યા
ગુજરાતમાં ફરી એક વાર વાઘની હાજરીના પુરાવા મળ્યા છે. અગાઉ રતનમહાલના જંગલમાં વાઘની હાજરીના પુરાવા મળી આવ્યા હતા. જંગલમાં લાગેલા વનવિભાગના કેમેરામાં વાઘ ટ્રેપ થયો છે. ગુજરાતમાં વાઘ લુપ્ત થયાના ઘણા વર્ષો પછી ફરી જંગલમાં તે ફરી દેખવા મળ્યો છે. જેને લઇને વન વિભાગ સહિત ગુજરાતના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રતનમહાલને કુદરતી બાયોડાઇવર્સિટી ઝોન તરીકે વિકસાવવામાં આવ્યું
રતનમહાલને કુદરતી બાયોડાઇવર્સિટી ઝોન તરીકે વિકસાવવામાં આવ્યું હતું, અને વન વિભાગ છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વાઘની સંખ્યા વધારવાના પ્રયાસો કરી રહ્યું છે. આ સફળતાને નિષ્ણાતો ગુજરાતમાં વાઘોના પ્રાકૃતિક પુનઃપ્રવેશ તરફ એક મહત્વપૂર્ણ પગલું માની રહ્યા છે. લાંબા સમય બાદ ગુજરાતમાં વાઘની હાજરીના પુરાવા મળતા રાજ્યભરમાં પર્યાવરણ પ્રેમીઓ માટે ખુબ સારા સમાચાર છે.
આ પણ વાંચો: Gujarat Cold: રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો, જાણો કયુ શહેર બન્યુ ઠંડુગાર


