Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Vadodara : મ્યાનમારમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા MP-MLAએ પ્રયત્નો તેજ કર્યા

મ્યાનમારમાં ફસાયેલા ગુજરાતીઓ પૈકી ગુંજ શાહ સાથે ઇન્ટાગ્રામમાં ચેટીંગમાં ઘણી સ્ફોટક વિગતો સપાટી પર આવવા પામી છે. જેમાં તે જણાવે છે કે, સાંઢાશાલનો એક સહિત વડોદરાના 6 યુવકો ત્યાં ફસાયા છે. મ્યાનમારમાં કુલ 22 ગુજરાતીઓ ફસાયા છે. ગુંજ શાહે માંગ કરી છે કે, એકલા ગુજરાતીઓ નહીં પરંતુ તમામ ભારતીયોને પરત લાવવામાં આવે.
vadodara   મ્યાનમારમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા mp mlaએ પ્રયત્નો તેજ કર્યા
Advertisement
  • મ્યાનમારમાં ફસાયેલા ગુજરાતીઓને પાછા લાવવાના પ્રયત્નોએ વેગ પકડ્યો
  • ગુંજ શાહે ચેટીંગમાં ઘણી સ્ફોટક માહિતી આપી છે
  • સાંસદે જણાવ્યું કે, વેરિયેશનના કારણે મોડું થઇ રહ્યું છે

Vadodara : નોકરી અને સારા ભવિષ્યની આશાએ વડોદરાના સાંઢાશાલ સહિતના અન્ય શહેર-જિલ્લામાં વસતા 22 જેટલા ગુજરાતીઓ મ્યાનમારમાં ગયા હતા. જો કે, ત્યાં જઇને ફસાઇ ગયા હોવાથી તમામની હાલત કફોડી બની હતી. આખરે ફસાયેલા લોકો દ્વારા ત્યાંથી વીડિયો મારફતે હકીકત જણાવીને મદદ માંગવામાં આવી હતી. આ વીડિયો સપાટી પર આવ્યા બાદ, તુરંત સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી દ્વારા તેમને પરત લાવવા માટેના પ્રયત્નો તેજ કરી દેવામાં આવ્યા છે. ફસાયેલા પૈકી ગુંજ શાહ નામના યુવક જોડેની ચેટમાં તેણે ગુજરાતીઓ સાથે તમામને પરત લાવવામાં આવે તેવી માંગ મુકી છે.

Advertisement

તમામ ભારતીયોને પરત લાવવામાં આવે

મ્યાનમારમાં ફસાયેલા ગુજરાતીઓ પૈકી ગુંજ શાહ સાથે ઇન્ટાગ્રામમાં ચેટીંગમાં ઘણી સ્ફોટક વિગતો સપાટી પર આવવા પામી છે. જેમાં તે જણાવે છે કે, સાંઢાશાલનો એક સહિત વડોદરાના 6 યુવકો ત્યાં ફસાયા છે. મ્યાનમારમાં કુલ 22 ગુજરાતીઓ ફસાયા છે. ગુંજ શાહે માંગ કરી છે કે, એકલા ગુજરાતીઓ નહીં પરંતુ તમામ ભારતીયોને પરત લાવવામાં આવે. સમગ્ર ઘટના સપાટી પર આવતા જ વડોદરાના સાંસદ અને સાવલીના ધારાસભ્ય સક્રિય થયા છે. સાંસદ ડો. હેમાંગ જોશીએ જણાવ્યું કે, વડોદરાના સાંઢાશાલનો યુવાન ફસાયો હોવાની વિગત મળી છે. તે સિવાય બીજો કોઇ પરિવાર ધ્યાનમાં નથી.

Advertisement

ટુંક સમયમાં યુવાનોને પરત લાવવામાં આવશે

સાંસદે વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારમાં રજુઆત કરી છે, સંબંધિત વિભાગ તે માટે કાર્ય કરી રહ્યું છે. અહિંયાથી યાદી મોકલવામાં આવે છે, પરંતુ નામમાં વેરિયેશન આવવાના કારણે મુશ્કેલી પડી રહી છે. સમગ્ર ઘટના અંગે વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયમાં પણ રજુઆત કરવામાં આવી છે. ટુંક સમયમાં યુવાનોને પરત લાવવામાં આવશે, આ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના યુવાનો માટેનું છે.

ધારાસભ્યએ પત્ર લખ્યો

બીજી બાજુ સાવલીના ધારાસભ્ય કેતન ઇમાનદારે મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને લઇને ધારાસભ્યને પત્ર લખ્યો છે. તેમણે પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, વિદેશમંત્રી અને વડોદરાના સાંસદને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. જેમાં વડોદરા જિલ્લાના 10 સહિતના 100 થી વધુ યુવકો મ્યાનમારમાં ફસાયા હોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડેસર તાલુકાના યુવાનોને જલ્દીમાં પરત લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે મ્યાનમારમાં ડેટા એન્ટ્રીના નામે નોકરીનો કૌભાંડ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે.

આ પણ વાંચો ------  DyCM Harshbhai Sanghavi : "પહેલા ખેડૂતોના રૂપિયા બેંકમાં દલાલો પાસે જતા હતા"

Tags :
Advertisement

.

×