Hit and Run in Vadodara: ગદા સર્કલ પાસે GSRTC બસે શ્રમજીવીને કચડ્યો, ચાલક બસ મૂકી ફરાર
વડોદરાના ગદા સર્કલ પાસે આજે એક કમનસીબ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે દોડતી GSRTC બસે એક શ્રમજીવી મજૂરને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ એસટી બસનો ચાલક ઘટનાસ્થળે જ બસ છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે.
Advertisement
Hit and Run in Vadodara: વડોદરા શહેરમાં સતત અકસ્માતોની ઘટના બની રહી છે. ત્યારે વડોદરાના વ્યસ્ત એવા ગદા સર્કલ પાસે એક ગમખ્વાર સર્જતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એસટી (GSRTC)ની બસે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક શ્રમજીવીને જોરદાર અડફેટે લીધો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાના કારણે ગરીબ મજૂરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા.

