Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Vadodara accident: વડોદરા-કરજણ હાઈવે પર ભયાનક અકસ્માત, ડ્રાઇવરનું મોત, 15ને ઈજા

Vadodara accident: વડોદરા (Vadodara) જિલ્લાના કરજણ તાલુકામાં નેશનલ હાઈવે-48 પર બામણ ગામ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત (road accident) સર્જાયો હતો. અમરેલીથી સુરત જઈ રહેલી એક લક્ઝરી બસ આગળ જતી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી ગઈ, જેના કારણે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો અને ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું.
vadodara accident  વડોદરા કરજણ હાઈવે પર ભયાનક અકસ્માત  ડ્રાઇવરનું મોત  15ને ઈજા
Advertisement
  • વડોદરા-કરજણ રોડ (Vadodara-Karjan road) પર ભયાનક અકસ્માત
  • અમરેલીથી સુરત જતી લક્ઝરી બસનો અકસ્માત
  • બામણ ગામે ટ્રકમાં ઘૂસી જતા સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં 4 મુસાફરોની હાલત ગંભીર 15 ઈજાગ્રસ્ત
  • લકઝરી બસના ડ્રાઇવરની કમકમાટી ભર્યું મોત
  • ફાયર બ્રિગેડે બસના પતરાં કાપીને લાશ બહાર કાઢી

Vadodara accident: વડોદરા (Vadodara) જિલ્લાના કરજણ તાલુકામાં નેશનલ હાઈવે-48 પર બામણ ગામ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત (road accident) સર્જાયો હતો. અમરેલીથી સુરત જઈ રહેલી એક લક્ઝરી બસ આગળ જતી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી ગઈ, જેના કારણે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો અને ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું. આ અકસ્માતમાં 4 મુસાફરોની હાલત ગંભીર રહી છે, જ્યારે કુલ 15 મુસાફરોને વિવિધ પ્રમાણમાં ઈજાઓ પહોંચી છે.

વડોદરા-કરજણ રોડ પર ભયાનક અકસ્માત

ઘટના વહેલી સવારે બની હતી, જ્યારે બસ નિયંત્રણ બહાર જતા ટ્રક સાથે અથડાઈ. ડ્રાઇવરની બેદરકારી કે અન્ય કારણોસર આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે. અકસ્માતની તીવ્રતા એટલી વધુ હતી કે બસના પતરાં વચ્ચે મુસાફરો ફસાઈ ગયા હતા. કરજણ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું અને બસના પતરાં કાપીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા. ડ્રાઇવરનો મૃતદેહ પણ ફાયરના જવાનોએ કાપીને બહાર કાઢવો પડ્યો હતો.ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક SSG હોસ્પિટલ, વડોદરા ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. ગંભીર રીતે ઘાયલ 4 વ્યક્તિઓની હાલત સ્થિર પરંતુ ચિંતાજનક છે.

Advertisement

પોલીસે હાથ ધરી તપાસ

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે. આ અકસ્માતથી NH-48 પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે નિયંત્રિત કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો:  Studio On Wheels: શું ભવિષ્યમાં ડૉક્ટરની જગ્યા AI લેશે? જાણો મહેસાણાના મેડિકલ સ્ટુડન્ટ્સે શું કહ્યું

Tags :
Advertisement

.

×